
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૦૨ જાન્યુઆરી : કચ્છમાં યોગક્ષેત્રે પ્રગતિના પંથે હરણફાળ ભરતા વિરલ યોગ સેન્ટર, આદીપુર ખાતે તા. ૧/૨/૨૬, રવિવાર ના રોજ શ્રી વિરલભાઈ હડીયાની આગેવાની હેઠળ ઓપન કચ્છ યોગાસન ચેમ્પિયનશિપ નું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં શ્રી વાચોનીધિ આચાર્યજી, શ્રી દીપકભાઈ વાઘમશી, શ્રી હિરેનભાઈ સોની, ખુશાલીબેન વાઘમશી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. નિર્ણાયકની ભૂમિકા શ્રી હરેશ ગોવિંદભાઈ સોયા (GYSA નેશનલ ખેલાડી, રાજકોટ), શ્રી જીગ્નેશભાઈ પંડિત (GYSA, નેશનલ ખેલાડી, મોરબી) અને મમતાબેન નેગાંધી (GYSA, સ્ટેટ ખેલાડી, અંજાર) એ બજાવી હતી. શિવાંગીબેન, કૌશિકભાઈ અને દ્રષ્ટિબેનએ પણ હરીફાઈના આયોજનમાં નોંધનીય યોગદાન આપેલ. આ સ્પર્ધા વયજૂથ પ્રમાણે જુદી જુદી ૫ કેટેગરીમાં રમાડવામાં આવી હતી. ૭ વર્ષ થી ૬૪ વર્ષ સુધીના ભાઈઓ તથા બહેનોએ સ્પર્ધામાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. વિજેતાઓ ને ટ્રોફી અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં હતાં. દરેક ખેલાડીને પ્રોત્સાહન રૂપે મેડલ આપવામાં આવ્યું હતું. વિરલ યોગ સેન્ટરના સંસ્થાપક શ્રી વિરલભાઈએ જણાવ્યું કે સેન્ટર દ્વારા આગામી સમયમાં રાજ્ય કક્ષાની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવશે.





