
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ ,તા-૦૨ જાન્યુઆરી : ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ, ભુજ ખાતે આચાર્યા શ્રીમતી નાનબાઈ સીજુ નાં માગૅદશૅન હેઠળ ગુજરાત રાજ્ય આપતી વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા થયેલ પરિપત્ર સંદર્ભે અત્રેની શાળા ખાતે સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત આ શાળાનાં ધોરણ ૯ થી 12 ના વિદ્યાર્થી માટે તેમજ શાળા સ્ટાફ માટે ૧૦૮ એમ્બ્યુલન્સ કામગીરી તેમજ તેના વિષેની સમજ મળી રહે તે હેતુસર આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ જેમાં શાળા દ્વારા ભુજ નગરપાલિકા ફાયરબ્રિગેડનાં સ્ટાફ તેમજ 108 એમ્બ્યુલન્સ સ્ટાફ નું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી સચિન પરમાર, ફાયર ઓફીસર, ભુજ નગરપાલિકા ફાયરબ્રિગેડનાં માગૅદશૅન હેઠળ કોઈપણ જગ્યાએ અચાનક આગ લાગે ત્યારે ફાયર સેફટી બોટલનો કેવી રીતે ઉપયોગ કરવો અને કેવી રીતે આગ બુઝાવવી તે બાબતે ફાયર સેફ્ટી ટીમ ફાયરમેન યશપાલસિંહ વાઘેલા , ઋષિ ગોર, જીગ્નેશ જેઠવા ફાયર ડ્રાઇવર તથા ટ્રેનિંગ સ્ટાફ દ્વારા ખૂબ જ લોક-ઉપયોગી સમજ અને ડેમોસ્ટેશન દ્વારા શાળાના બાળકો અને શિક્ષક સ્ટાફને માહિતી આપવામા આવી હતી ડો. ભાવર પ્રજાપતિ, પ્રોગ્રામ ઓફીસર, ૧૦૮, જી.કે.જનરલ હોસ્પીલ, ભુજ નાં માગૅદશૅન હેઠળ આ કાર્યક્રમમાં, 108 ટીમના તન્વીર વિજાપુરા, Eme, હિમાંશુ નાઈ EMT, હીરેન ચીત્રોડીયા, પાઇલોટ વગેરે તજજ્ઞોએ વિદ્યાર્થીઓને 108 હેલ્પલાઈન વિશે સમજાવ્યું કે 108 પર ક્યારે અને કેવી રીતે ફોન કરવો જોઈએ. તેમણે જણાવ્યું કે, કોઈ પણ અકસ્માત, બીમારી, કે તબીબી કટોકટીમાં, જ્યારે તાત્કાલિક મદદની જરૂર હોય ત્યારે જ 108 પર ફોન કરવો. ફોન કરતી વખતે કઈ વિગતો આપવી, શાંતિ રાખવી, અને સાચી માહિતી પૂરી પાડવી તેનું મહત્વ પણ સવિસ્તાર સમજાવવામાં આવ્યું. 108 એમ્બ્યુલન્સની સેવાઓ, તે કેવી રીતે કાર્ય કરે છે અને તે કેવી રીતે લોકોનો જીવ બચાવી શકે છે તે વિશે પણ માહિતીસભર સમજૂતી આપવામાં આવી હતી. સરકારશ્રી ધ્વારા હાલમાં ઇમરજન્સી સેવા સુધારા મુજબ ડાયલ નં. 112 જનરક્ષક પ્રોજેક્ટ ઇમરજન્સી સેવા માટે એક જ હેલ્પલાઇન નંબર પોલીસ 100, એમ્બ્યુલન્સ 108, ફાયર 101, મહિલા હેલ્પલાઇન 181, ચાઇલ્ડ હેલ્પલાઇન 1098, ડિઝાસ્ટર હેલ્પલાઇન 1070/1077 જેવી સેવાઓ માટે હવે માત્ર 112 નંબર ડાયલ કરવા જણાવેલ હતું. આ કાયૅક્રમનું સંકલન શ્રી એમ.આઇ. બાયડ એ કરેલ તેમજ કાયૅક્રમનું સંચાલન શ્રીમતી કે. જી. ઠક્કર અને આભાર વિધિ એસ. બી. રહેવર ધ્વારા કરવામાં આવેલ. આ કાયૅક્રમને સફળ બનાવવા શાળાનાં સ્ટાફ ધ્વારા પુરો સહયોગ મળેલ હતો.







