જી.ડી. મોદી આર્ટસ કોલેજ પાલનપુર ખાતે પર્યાવરણ જાળવણી શિબિર યોજાઈ

4 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુરના એન.એસ.એસ. વિભાગ દ્વારા યુનિવર્સિટી કક્ષાની *”પર્યાવરણ જાળવણી શિબિર*” નું આયોજન તારીખ 29 ,30, 31 જાન્યુઆરી દરમિયાન ઈકબાલગઢ તાલુકાના બાલુન્દ્રા ગામ પાસે જેસોર મુકામે કરવામાં આવ્યુ. જેમાં યુનિવર્સિટીની વિવિધ કોલેજો માંથી 62 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શિબિરના ઉદ્ઘાટન સમારંભમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એનએસએસ કોઓર્ડીનેટર શ્રી કમલેશભાઈ ઠક્કર સાહેબ તથા પાલનપુર જિલ્લાના ACF શ્રીમેહુલભાઈ પ્રજાપતિ જેસોરના RFO શ્રીશક્તિસિંહ પરમાર તથા જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટસ, પાલનપુર ના પ્રિન્સિપાલ ડૉ. રાધાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તે દિવસે આરસીબીમાં વિદ્યાર્થીઓને વિવિધ કાર્યક્રમો થતી પર્યાવરણ જાળવણીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સાથે સાથે જેસોરના અભ્યારણની મુલાકાત કરાવી પર્યાવરણ જાળવણી કેટ કેટલા જીવો માટે જીવત દાન છે તેનું મહત્વ સમજાવ્યું હતું. આ શિબિરમાં કુલ 21 જેટલી કોલેજોના 72 થી વધુ વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રોગ્રામ ઓફિસર ડૉ. પ્રતીક્ષા એમ. પરમાર અને ડૉ. જાનકી બી. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું .







