KHERGAMNAVSARI

ખેરગામ તાલુકાની સૌથી જૂની અને પ્રસિદ્ધ જનતા માધ્યમિક શાળા ખાતે વાર્ષિક પુરસ્કાર વિતરણ સમારંભ યોજાયો

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

શાળા મંડળના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલની અધ્યક્ષતામાં વાર્ષિક પુરસ્કાર વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં સંચાલક મંડળના ચેરમેનશ્રી પ્રશાંતભાઈ, મંત્રીશ્રી મુસ્તાનભાઈ, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને એન્જિનિયરિંગ કોલેજ, વલસાડમાં અધ્યાપક તરીકે ફરજ બજાવતા નિરલભાઈ પટેલ અને ખેરગામના નેશનલ કોમ્પ્યુટર સેન્ટરના હાર્દિક પટેલ ઉપરોક્ત કાર્યક્રમમાં હાજરી આપી હતી. દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી,શાળાના આચાર્યશ્રી ચેતનભાઇ કે.પટેલ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યા બાદ પુષ્પો દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું. શાળામાં પ્રાથમિક વિભાગ માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જે વિદ્યાર્થીઓએ શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરી હતી એ તમામને શાળાના ભૂતપૂર્વ શિક્ષકો દ્વારા સ્કોલરશીપ આપવામાં આવી હતી, તેના થકી તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવ્યા હતા. શાળામાં વર્તમાનમાં ફરજ બજાવતા તમામ વિષય શિક્ષકોએ પોતાના વિષયને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને શીલ્ડ તેમજ રોકડ પુરસ્કારો પોતાના તરફથી એનાયત કર્યા હતા. નેશનલ કોમ્પ્યુટર્સ સ્થાપક હાર્દિક પટેલ દ્વારા ધોરણ 10ની બોર્ડ પરીક્ષા 2025માં ઉત્તીર્ણ થયેલ પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા,શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી નીરલભાઈ પટેલ તરફથી ધોરણ 12 બોર્ડ પરીક્ષા 2025માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું હતું.સમગ્ર વર્ષ દરમિયાન શાળામાં સાંસ્કૃતિક તેમજ રમતગમત ક્ષેત્રે જે વિદ્યાર્થીઓએ વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરી તે બદલ પ્રમાણપત્રો એનાયત કરી બિરદાવામાં આવ્યા હતા.શાળાના સુપરવાઇઝરશ્રી મહેશભાઈ પટેલ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26નો શૈક્ષણિક તેમજ સહઅભ્યાસ પ્રવૃત્તિઓ સંદર્ભે વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને અંતે શાળાના શિક્ષકશ્રી યોગેશભાઈ લાડ દ્વારા આભાર વિધિ દ્વારા સમગ્ર કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતો.સમગ્ર કાર્યક્રમને ખૂબ જ સફળતાપૂર્વક પરિપૂર્ણ કરવા શાળામાં બનાવેલી વિવિધ સમિતિઓ ખૂબ જ ખંતપૂર્વક કાર્ય કર્યું હતું. જેની નોંધ શાળા સંચાલક મંડળ અને ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓ લીધી હતી અને તમામ શિક્ષકોને બિરદાવ્યા હતા, ઉપરોક્ત કાર્યક્રમનું સમગ્ર સંચાલન શાળાના શિક્ષકશ્રી વિપુલભાઈ પવાર અને ડિમ્પલબેન આહીર દ્વારા કરવામાં આવ્યું હતું.

 

Back to top button
error: Content is protected !!