SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN
સુરેન્દ્રનગર ખાતે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અર્થે પધારેલા મુખ્યમંત્રીનું ખમીસણા હેલિપેડ પર ઉષ્માભર્યું સ્વાગત

તા.06/02/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના સર્વાંગી વિકાસને વેગ આપતા વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે પધારેલા રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ખમીસણા હેલિપેડ ખાતે મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું આ અવસરે પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા, પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, ધારાસભ્ય સર્વે શામજીભાઈ ચૌહાણ, પી.કે. પરમાર અને પ્રકાશભાઈ વરમોરાએ મુખ્યમંત્રીનું ભાવસભર સ્વાગત કર્યું હતું આ પ્રસંગે સર્વે અગ્રણી વર્ષાબેન દોશી, જયેશભાઈ ભૂત, ધીરુભાઈ સિંધવ અને હાર્દિકભાઈ ટમાલીયા સહિતના અગ્રણીઓ તેમજ કલેક્ટર કે.એસ. યાજ્ઞિક અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ ઉપસ્થિત રહી મુખ્યમંત્રીને આવકાર્યા હતા.




