CHOTILAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલા પાસે અકસ્માતમાં મૃત્યુ પામનાર રાવળદેવ યુવાનનાં મોતની તપાસ મામલે સરકારને રજુઆત કરાઈ

તા.06/02/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના જલારામ મંદિર પાસે ગત 19 ડિસેમ્બરે રાત્રિના સમયે એક અકસ્માત સર્જાયો હતો જેમાં રાવળ દેવ સમાજના યુવાન હરદેવભાઈ વિનુભાઈ સંઘાળનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું આ મામલે પરિવારજનો અને સમાજ દ્વારા ન્યાયની માંગણી સાથે ચોટીલા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવી છે મળતી માહિતી મુજબ 19 ડિસેમ્બરની રાત્રે આશરે 10ઃ25 વાગ્યે હરદેવભાઈ જલારામ મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે એક અજાણ્યા ટ્રક ચાલકે તેમને ટક્કર મારી હતી અકસ્માત એટલો ગંભીર હતો કે હરદેવભાઈ નું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું મૃતદેહને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને બાદમાં રાવળ દેવ સમાજની પરંપરા મુજબ તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી અરજદાર રાહુલભાઈ વિનુભાઈ સંઘાળના જણાવ્યા અનુસાર ઘટના બાદ ચોટીલા પોલીસ સ્ટેશનમાં નિવેદન નોંધાવવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી અકસ્માત સર્જનાર અજાણ્યા ટ્રક ચાલકની હજુ સુધી અટકાયત થઈ નથી કે તેને શોધવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા નથી આ બાબતે યુવા કાર્યકર્તા અનિલભાઈ વી. બૌશાણા અને ભોમ જોશી રાવળ દેવ સમાજ, ચોટીલાની આગેવાનીમાં ચોટીલા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે આ આવેદનપત્ર દ્વારા સુરેન્દ્રનગર એસ.પી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સમક્ષ ન્યાયની ગુહાર લગાવવામાં આવી છે અરજદાર રાહુલભાઈએ જણાવ્યું હતું કે “મારા ભાઈના મૃત્યુને લાંબો સમય થવા છતાં પોલીસ તરફથી કોઈ સંતોષકારક કામગીરી થઈ નથી અમે ઈચ્છીએ છીએ કે સરકાર આ બાબતે તટસ્થ તપાસ કરાવે અને દોષિત ટ્રક ચાલકને કડકમાં કડક સજા અપાવે.

Back to top button
error: Content is protected !!