GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વઢવાણ મૂળચંદ રોડ ઉપર પટેલ સમાજના બોર્ડિંગ ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું.

તા.09/02/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરના વઢવાણ મૂળચંદ રોડ ઉપર આવેલ પટેલ સમાજના બોર્ડિંગ ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 43 જેટલા યુગલો લગ્નના તાંતણે બંધાયા હતા ત્યારે ભાજપ તેમજ કોંગ્રેસ અને આપ પાર્ટીના નેતાઓ એક મંચ ઉપર નજરે પડ્યા હતા ત્યારે વઢવાણ ખાતે યોજાયેલા સમૂહ લગ્નમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો 37માં સમૂહ લગ્નમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે સમાજમાં કોઈપણ સમાજની દીકરી સંમતિ સાથે લગ્ન કરીને આવે તો તેને આવકારવામાં આવશે અને તેને પટેલ સમાજ દ્વારા ઠરાવ કરી અને પટેલ સમાજમાં સમાવેશ કરી લેવામાં આવશે આ ઉપરાંત પટેલ સમાજમાં દીકરીઓની અછત હોવા મુદ્દે નિર્ણય કરવામાં આવ્યા હોવાનું પણ આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું સમૂહ લગ્નમાં 43 જેટલા યુગલો દ્વારા લગ્નના તાંતણે જોડાયા હતા જે પૈકી પાંચ જેટલી યુવતીઓ આંતર જ્ઞાતિની હોય અને સંમતિ આપવામાં આવી હોવાના કારણે સમૂહ લગ્નમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને અન્ય જ્ઞાતિની પાંચ જેટલી યુવતીઓને લગ્ન થતા પટેલ સમાજ દ્વારા પોતાના સમાજમાં સ્થાન આપવામાં આવ્યું હતું આગામી દિવસોમાં આ વ્યવસ્થા આગળ વધારવામાં આવશે તેવું પણ આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે સમાજના આગેવાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું ત્યારે 43 જેટલા યુગલો સમૂહ લગ્નમાં જોડાઈ અને લગ્નના તાંતણે બંધાયા હતા શિક્ષણ પ્રત્યે પણ ભાર મુકવા માટે સમાજ દ્વારા અપીલ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!