સુરેન્દ્રનગર નેત્રમ ટીમે રિક્ષામાં કીમતી સામાન ભરેલ બેગ ભુલાઈ જતા નેત્રમ ટીમ મુસાફરની વ્હારે આવી

તા.09/02/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગુમ થયેલ કે ખોવાયેલ ચીજવસ્તુઓ શોધી કાઢવા માટે “તેરા તુજકો અર્પણ” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર પોલીસની ‘નેત્રમ’ શાખાએ વધુ એક સફળ કામગીરી કરી એક જાગૃત નાગરિકનો સામાન પરત અપાવ્યો છે મૂળી તાલુકાના સિદ્ધસર ગામના રહેવાસી અરજદાર અજીતસિંહ આર. મોરી તા. ૦૬/૦૨/૨૦૨૬ ના રોજ સુરેન્દ્રનગર ગેઇટ સ્ટેશનથી રિક્ષામાં બેસી જોરાવરનગર પોલીસ સ્ટેશન પાસેના બસ સ્ટેન્ડ ખાતે ઉતર્યા હતા ઉતાવળમાં તેઓ પોતાની કિંમતી સામાન ભરેલી બેગ રિક્ષામાં જ ભૂલી ગયા હતા સામાન ગુમ થતા ચિંતિત બનેલા અરજદારે આ અંગે ‘નેત્રમ’ કંટ્રોલ રૂમ ખાતે જાણ કરી હતી પીએસઆઇ ડી.એલ. ઝેઝરીયા અને ‘નેત્રમ’ ટીમ દ્વારા તુરંત જ શહેરના વિવિધ માર્ગો પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા ટેકનિકલ સર્વેલન્સની મદદથી અરજદાર જે રિક્ષામાં બેઠા હતા તેનો રજીસ્ટ્રેશન નંબર GJ 27 TE 8204 આઈડેન્ટિફાય કરવામાં આવ્યો હતો ત્યાર બાદ રિક્ષા ચાલકનો સંપર્ક કરી અરજદારની બેગ મેળવી લેવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી બાદ અજીતસિંહ મોરીને તેમનો સામાન સુપરત કરવામાં આવ્યો હતો પોતાનો ખોવાયેલો સામાન હેમખેમ પરત મળતા અરજદારે સુરેન્દ્રનગર પોલીસ અને નેત્રમ ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.




