GUJARATMULISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOTHANGADH

ચોટીલા પ્રાંત અધિકારીએ લિઝ સીઝ કરી 2.85 કરોડનો મુદામાલ સીઝ કર્યો.

તા.09/02/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ડેપ્યુટી ક્લેક્ટર એચ.ટી.મકવાણા અને તેમની ટીમ દ્વારા પાંજવાળી ચોટીલાના સર્વે નંબર ૧૫૭ તથા ૧૫૮ ની હે આરે ૩-૫૦-૦૦ ચોમી વાળી જમીનમાં આવેલ “જય ચામુંડા” લીઝની તપાસણી કરવામાં આવેલ જે લીઝધારક સંદીપકુમાર મહેન્દ્રભાઈ પરમાર છે તેઓ દ્વારા સદર લીઝમાં અનેક ગેરરીતિઓ કરેલ હોવાથી સદરહુ લીઝ સીઝ કરવામાં આવી હતી આ લીઝમાં સરકારની કોઇ૫ણ જોગવાઇઓ, ૫રિ૫ત્રો, ઠરાવો, કાયદાનું પાલન કરતા ન હોવાથી લીઝ ઉ૫ર અનેક ક્ષતિઓ ઘ્યાને આવેલ સાથે સાથે પાંજવાળીના સરકારી સર્વે નં.૧૫૨ વાળી જમીન પર સદર પ્લાન્ટનું દુષિત પાણી ઠાલવવામાં આવે છે તેમજ માટીનું ઓવરબર્ડન કરવામાં આવેલ છે જે તમામ વિગતો તેમજ અનેક ક્ષતિઓ ઘ્યાને આવતા નાયબ કલેકટર ચોટીલાએ તેઓએ મળેલ સત્તાની રૂએ નીચે મુજબનો મુદ્દામાલ સ્થળ ઉ૫ર જ સીઝ કરવામાં આવ્યો હતો સીઝ કરેલ મુદ્દામાલની વિગત જેમાં ૨ એમ-સેન્ડ ક્રશર પ્લાન્ટ, ૧ હિટાચી મશીન, ૧ જે.સી.બી મશીન, ૧ લોડર, ૧ ટ્રેકટર, કંપ્રેશર, ૨ ડમ્પર, ૧૦૦ મે.ટન સીલીકા સેન્ડ ઉકત મુદ્દામાલ મળી કુલ ૨,૮૫,૪૦,૦૦૦ નો મુદ્દામાલ સ્થળ ઉ૫ર જ સીઝ કરવામાં આવ્યો હતો આ લીઝની તપાસણી બપોરના ૦૫/૦૦ કલાક થી રાત્રીના ૧૧/૦૦ વાગ્યા સુઘી ચાલેલ છે લીઝમાં તપાસણી દરમ્યાન ઘ્યાને આવેલ ક્ષતિઓ જેમાં લીઝવાળી જગ્યાના કોઈ હદ નિશાન યોગ્ય રીતે નિભાવેલ નથી, લીઝમાંથી નીકળતા સ્ટોક અંગે કોઈ રજીસ્ટરો નિભાવેલ નથી, લીઝમાં ઉ૫યોગમાં લેવાતા વિસ્ફોટક પદાર્થ અંગેનું રજીસ્ટર નિભાવેલ નથી, લીઝ અંગેના કોઈ પણ પ્રકારના રજીસ્ટરો, હિસાબો, સાધન સામગ્રી અંગેના રેકર્ડ, લીઝમાંથી નીકળતા અન્ય વધારાના વેસ્ટ માલ અંગેના રેકર્ડ નિભાવે નથી, લીઝની બાજુમાં પાંજવાળી ગામન સરકારી સર્વે નંબર.૧૫૨ વાળી જમીન અનઅઘિકૃત કબજો કરી કચરો તેમજ દુષિત પાણી ઠાલવવામાં આવેલ છે, સદરહુ લીઝમાં મજુરોની સેફટી અંગે કોઇ જ સુવિઘાઓ રાખવામાં આવેલ નથી, લીઝમાં ઉ૫યોગમાં લેવામાં આવતા વાહનોનું સરકારની જોગવાઇઓ મુજબ VTMS માં નોંઘણી કરાવેલ નથી, આ અંગે કેટલુ ખનિજ લીજમાંથી કાઢવામાં આવેલ છે તે ખનીજનું પ્રોસેસિંગ કરી કેટલો વેસ્ટ માલ તેમજ સારો માલ કાઢવામાં આવેલ છે તેમજ કેટલી રોયલ્ટી પાસ ઇસ્યુ કરેલ છે તે અંગેનું કોઇ૫ણ રેકર્ડે નિભાવવામાં આવેલ નથી, વઘુમાં સ્થળ ઉ૫ર જ ખાણ ખનિજ અઘિકારી / કર્મચારીઓ દ્વારા બહાર પડેલ ખનિજના ઢગલાઓની તથા લીઝ મંજુર થયેલ છે તે કેટલા વિસ્તારમાં મંજુર થયેલ છે? તે અંગે મા૫ણી કરવામાં આવી હતી, લીઝવાળી જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ નથી, યંત્રની ઉપલભ્યતાની ટકાવારી અને યંત્રના કરેલા ઉપયોગની ટકાવારી, કલાકદીઠ સરેરાશ થયેલી કામગીરી અને કલાકદીઠ બળતણ/ ઊર્જાના સરેરાશ વપરાશની સાથેની લોગબુક રજુ કરેલ નથી તથા લોગબુક ઈલેક્ટ્રોનિક સ્વરૂપે પણ નિભાવવાની હોય છે આવી કોઈ લોગબુક નિભાવેલ નથી, ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશરનરની કચેરી, ગાંધીનગરના તા.૨૮/૦૭/૨૦૨૩ના પરિપત્ર નં.સીજીએમ/એફેસ/જીપીએસ/૨૦૨૩-૨૪/૭૦૮૬ મુજબ વાહનનોની નોંધણી ILMS(Integrated Lease Management System) પોર્ટલમાં કરવાની, તેમજ નોંધણી ફી ની રકમ ભરપાઈ કરવાની હોય છે પરંતુ આવી કોઇ નોંધણી કરવામાં આવેલ હોવાના કોઇ આધારો રજુ કરેલ નથી ઉકત લીઝ ઘારકે તદ્દન ગેરકાયદેસર રીતે પાંજવાળીના સરકારી જમીનમાં કબજો કરી કચરો તેમજ દુષિત પાણી ઠાલવવામાં આવતું હોવાનું ધ્યાને આવેલ છે તેમજ લિઝધારક વિરૂધ્ધ ધી માઈન્સ એન્ડ મિનરલ્સ (એમડમેન્ટ) એક્ટ-૧૯૫૭, ધ ગુજરાત મિનરલ ( પ્રિવેન્સન ઓફ ઇલિગલ માઇનીંગ ટ્રાન્સપોર્ટેશન સ્ટોરેજ) નિયમો-૨૦૧૭, ગુજરાત ગૌણ ખનિજ છુટછાટના નિયમો, ૧૯૬૬, ૨૦૧૭, ગુજરાત જમીન મહેસુલ અધિનિયમ, ૧૮૭૯, ગુજરાત જમીન મહેસુલ નિયમો, ૧૯૭૨, Explosives Act, 1884, Explosives Rules, 2008, Water & Air (Pollution) act, એન્ડવારમેન્ટ પ્રોટેકશન એક્ટ, ૧૯૮૬, ધ માઈન્સ એક્ટ-૧૯૫૨, ઓક્યુપેશનલ સેફટી હેલ્થ એન્ડ વર્કીંગ કન્ડીશન કોડ, ૨૦૨૦, ગુજરાત પ્રદુષણ બોર્ડની ગાઈડલાઈન બિનખેતીના હુકમની શરતો, કરારખતની શરતો, લીઝ હુકમની શરતો તથા સરકારના ખાણ ખનીજ ખાતાના વિવિધ પરીપત્રો/ઠરાવોનું પાલન કરેલ ન હોય, તેઓની સામે ઉકત કાયદાના/નિયમો/ઠરાવો/પરીપત્રોના ભંગ બદલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!