GUJARATKUTCHMANDAVI

ગુનાહિત ઈતિહાસ ધરાવતા એક સાથે કુલ – ૭ બુટલેગરો વિરુધ્ધ કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા પાસા કાયદા તળે અટકાયતી હુકમો કરી જિલ્લામાં અસામાજિક તત્વો વિરુધ્ધ કરવામાં આવેલ કડક કાર્યવાહી

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૧૧ ફેબ્રુઆરી : ગુનાહિત ઈતિહાસ ધરાવતા એક સાથે કુલ – ૭ બુટલેગરો વિરુધ્ધ કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા પાસા કાયદા તળે અટકાયતી હુકમો કરી જિલ્લામાં અસામાજિક તત્વો વિરુધ્ધ કરવામાં આવેલ કડક કાર્યવાહી પ્રેસનોટ ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબતના અધિનિયમ – ૧૯૮૫ તળે બુટલેગરો વિરુધ્ધ રજુ થયેલ દરખાસ્ત મુજબ જિલ્લામાં ગેરકાનુની રીતે વિદેશી દારૂ ચોરી છુપીથી મોટા પ્રમાણમાં લાવી ગેર કાયદેસર રીતે દારૂનું બુટલેગરો દ્વારા મોટા પ્રમાણમાં વેચાણ થતું હોઈ અસામાજીક પ્રવૃત્તિ બાબતે પોલીસ વિભાગ દ્વારા જુદાં જુદાં ગુના કામે પકડવામાં આવેલ બુટલેગરો પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ગુનાઓ કામે કબ્જે કરવામાં આવેલ હોઈ વધુ ૭ (સાત) બુટલેગરો વિરુધ્ધ કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ કચ્છ – ભુજ દ્વારા પાસા કાયદા તળે જેલ હવાલે કરવા અટકાયત હુકમો કરવામાં આવેલ છે. આક્ષેપિતોની આવી અસામાજિક પ્રવૃત્તિઓના કારણે ગરીબ, મધ્યમ વર્ગના લોકો તથા નાની ઉંમરના યુવાઓ ઉપર તેની ખૂબ જ માઠી અસર પડી શકે તેમ છે. તેથી આવી પ્રવૃત્તિથી જાહેર વ્યવસ્થા જાળવી રાખવાને પ્રતિકૂળ અસર થાય તેમ છે તેમજ આવી અસામાજિક પ્રવૃત્તિઓ સામાન્ય કાયદાથી તાત્કાલિક અટકાવી શકાય તેમ ન હોઈ ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા બાબતના અધિનિયમ – ૧૯૮૫ હેઠળ જાહેર વ્યવસ્થા જાળવી રાખવાના હિતમાં કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા અટકાયત અંગે વધુ ૭ (સાત) હુકમ કરી છેલ્લા ૧૧ માસમાં કુલ ૨૬ જેટલા બુટલેગરોના પાસા અટકાયતના હુકમો કરવામાં આવેલ છે. તા. ૧૦/૦૨/૨૦૨૬

Back to top button
error: Content is protected !!