GUJARATKUTCHMANDAVI

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓના પ્લાન-એસ્ટીમેટ માટે ઈજનેરોની પેનલમાં નામ નોંધાવવા ૨૦ ફેબ્રુઆરી,૨૦૨૬ સુધી અરજી કરી શકાશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૧૧ ફેબ્રુઆરી : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓના પ્લાન એસ્ટીમેટ તેમજ નકશા તૈયાર કરવા માટે ઈજનેરોની પેનલમાં નવા નામ ઉમેરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પેનલમાં નવું નામ તા. ૦૧/૦૪/૨૦૨૬ થી તારીખ: ૩૧/૦૩/૨૦૨૯ સુધીની ત્રણ વર્ષની મુદત માટે દાખલ કરવામાં આવશે. આથી ઈચ્છુક ઈજનેરશ્રીઓએ અરજી પરિશિષ્ટ-અ તથા રિન્યુઅલ માટે પરિશિષ્ટ-બ મુજબની અરજી સાથે જરૂરી આધાર-પુરાવાઓ બે નકલમાં તા. ૨૦/૦૨/૨૦૨૬ સુધીમાં જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, રૂમ નંબર ૨૨૦, બહુમાળી ભવન, ભુજ-કચ્છની કચેરીને મોકલી આપવાની રહેશે વધુ માહિતી માટે ટેલીફોન નં. (૦૨૮૩૨)-૨૫૧૭૫૩ ઉપર સંપર્ક કરવા નાયબ નિયામક, ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ભુજ-કચ્છની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!