સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટરના જામીન અરજી પર સુનાવણી ટળી, 10 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ

તા.12/02/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલે ઇડી દ્વારા કરવામાં આવેલી ધરપકડ બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે જમીન NA કરવાની પ્રક્રિયામાં કરોડો રૂપિયાની લાંચ લેવાઈ હોવાના આક્ષેપો હેઠળ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે ઇડી દ્વારા પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી હતી રિમાન્ડ પૂર્ણ થયા બાદ બંને હાલ જેલમાં છે તપાસ એજન્સીના દાવા મુજબ જમીન NA કરવા માટે ભાવ ફિક્સ કરવામાં આવતો હતો ઇડીએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે સરકારી વેબસાઇટ પર આવેલી NA અરજીની બાજુમાં એક અલગ કોલમ ઉમેરી તેમાં નક્કી કરાયેલ રકમ નોંધવામાં આવતી હતી તપાસ દરમિયાન આવી આશરે 800 જેટલી અરજીઓ મળ્યાનો દાવો કરાયો છે આ માધ્યમથી 10 કરોડથી વધુની રકમ ભ્રષ્ટાચાર દ્વારા એકઠી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી બે મોબાઈલ ફોન, હાર્ડ ડિસ્ક, મેકબુક સહિત કુલ 10 ડિવાઈસ કબ્જે લેવામાં આવ્યા છે ઇડીનો દાવો છે કે NA માટે લેવાતી રકમમાંથી 50 ટકા હિસ્સો સીધો કલેક્ટરને જતો હતો અને સમગ્ર વહીવટ કલેક્ટરના દ્વારા સંચાલિત થતો હતો બાકીની રકમ અન્ય સંકળાયેલા અધિકારીઓ વચ્ચે વહેંચાતી હતી આ કેસમાં ચેતન કણજારીયા નામના વ્યક્તિએ જમીન NA કરવા માટે આશરે 65 લાખ રૂપિયા ચૂકવ્યા હોવાનું સ્વીકાર્યું હોવાનું ઇડીએ જણાવ્યું છે બીજી તરફ અરજદારના વકીલ એસ. કે. શાહે કોર્ટ સમક્ષ દલીલ કરી જણાવ્યું હતું કે તેમના અસીલ સામે કોઈ ઠોસ પુરાવા મળ્યા નથી અને તેથી જામીન અરજી કરવામાં આવી છે આ સમગ્ર મામલે હવે વધુ સુનાવણી 17 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે આ કેસ રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરૂધ્ધની કાર્યવાહી માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે અને આગળની સુનાવણીમાં શું વળાંક આવે છે તે પર સૌની નજર રહેશે.




