પાટડી પાલિકાની વેરા વસુલાતમાં 50 મિલ્કત ધારકોને નોટીસ ફટકારી

તા.12/02/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નગરપાલિકાએ વેરા વસૂલાત માટે કડક ઝુંબેશ શરૂ કરી છે અત્યાર સુધીમાં કુલ રૂ. 497.92 લાખના વેરા સામે માત્ર રૂ. 108 લાખ (21.68%)ની વસૂલાત થઈ છે આથી પાલિકાએ રૂ. 10,000થી વધુ રકમ બાકી હોય તેવા 50થી વધુ મિલકત ધારકોને નોટિસ ફટકારી છે નગર પાલિકાના ચીફ ઓફિસર રઘુભાઈ ખાંભલા અને ટેક્સ ઇન્સ્પેક્ટર નીરવભાઈ સુથારે જણાવ્યું કે ઓછી વસૂલાતને કારણે બાકીદારો સામે કડક કાર્યવાહી શરૂ કરાઈ છે પાછલા અને ચાલુ વર્ષના બાકી વેરાની વસૂલાત માટે પાંચ ટીમો ડોર-ટુ-ડોર જશે આ ઝુંબેશ અંતર્ગત, રૂ. 5,000થી વધુ વેરો બાકી હોય તેવા મિલકત ધારકોના પાણીના કનેક્શન કાપવામાં આવશે જ્યારે રૂ. 10,000થી વધુ વેરો બાકી હોય તેવા મિલકત ધારકોની મિલકત જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે પાલિકા દ્વારા પાણીવેરો, મિલકતવેરો, વ્યવસાય વેરો અને દુકાન ભાડાની બાકી રકમ તાત્કાલિક ભરવા માટે નોટિસો અપાઈ છે આ ઉપરાંત જાહેર ચોકમાં નોટિસ બોર્ડ પણ મૂકવામાં આવ્યું છે નગરજનો ઈ-નગર એપ્લિકેશન દ્વારા ઓનલાઈન વેરો પણ ભરી શકશે આ માટે, ગૂગલ પ્લે સ્ટોર પરથી ઊ-ક્ષફલફિ એપ્લિકેશન ડાઉનલોડ કરીને નવું એકાઉન્ટ બનાવવું પડશે અને ઈંઉ-પાસવર્ડ જનરેટ કરવો પડશે એપ્લિકેશનમાં ’પ્રોપર્ટી ટેક્સ’ મેનુ પર ક્લિક કર્યા બાદ ’ક્વિક પે’ વિકલ્પ પસંદ કરવો ત્યારબાદ 100 લખી વોર્ડ નંબર અને નવો ટેનામેન્ટ નંબર દાખલ કરીને બેંક પસંદ કરી સીધું ઓનલાઈન પેમેન્ટ કરી શકાશે.





