GUJARATKUTCHMANDAVI

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બિદડામાં “જયા રિહેબિલિટેશન ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર”ની મુલાકાત લીધી.

સર્વોદય ટ્રસ્ટ દ્વારા સંચાલિત જયા રિહેબિલિટેશન સેન્ટરના દિવ્યાંગ રમતવીરોને પ્રોત્સાહિત કરતાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

નાયબ મુખ્યમંત્રી એ દર્દીઓ સાથે સહજ સંવાદ કરીને આશ્વાસન આપ્યું

માંડવી ,તા-૧૫ ફેબ્રુઆરી :  ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છના માંડવી તાલુકાના બિદડામાં “જયા રિહેબિલિટેશન ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર”ની મુલાકાત લીધી હતી. સેન્ટરમાં સારવાર સાથે યોગ્ય તાલીમ લઈને પેરા એથલેટિક્સમાં અવ્વલ આવેલા દિવ્યાંગો સાથે સહજ સંવાદ કરીને ગૃહ રાજ્યમંત્રી એ રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતાં.નાયબ મુખ્યમંત્રી એ સર્વોદય ટ્રસ્ટ દ્વારા સંચાલિત જયા રિહેબિલિટેશન ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરના કાર્ડિયો ડિપાર્ટમેન્ટ, પ્રોસ્થેટિક એન્ડ ઓર્થિટિક ડિપાર્ટમેન્ટની મુલાકાત લઈને વિગતે માહિતી મેળવી હતી. આ વેળાએ ગૃહ રાજ્યમંત્રી એ દર્દીઓ સાથે વાતચીત કરીને આશ્વાસન આપ્યું હતું. આ મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રી એ રિહેબિલિટેશન સેન્ટરમાં સારવાર સાથે યોગ્ય તાલીમ મેળવીને પેરા એથલેટિક્સમાં ગોલ્ડ મેડલ વિજેતા રીંકલબેન પટેલ, ખેલ મહાકુંભમાં સિલ્વર મેડલ વિજેતા દિપેશભાઈ વરચંદ અને ખેલ મહાકુંભના જુનિયર ખેલાડી આદિલ ખલીફ સહિતના રમતવીરોને અભિનંદન પાઠવીને સતત આગળ વધવા માટે માર્ગદર્શન આપ્યું હતું. આ મુલાકાત દરમિયાન માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, આગેવાન દેવજીભાઈ વરચંદ, ધવલ આચાર્ય, મુન્દ્રા પ્રાંત અધિકારી બી.એચ.ઝાલા‌ તથા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન ડૉ. વિજયભાઈ છેડા, રિહેબિલિટેશન વિભાગના હેડ ડૉ. લોગનાથન, ડૉ. અશોક ત્રિવેદી સહિત વિવિધ વિભાગના ડોક્ટર્સ હાજર રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!