CHOTILASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલા તાલુકાનાં સાંગાણી ગામના યુવાનની સાબરકાંઠાની પ્રાથમિક શાળાથી શરૂ થયેલી સંઘર્ષમય સફર

શારીરિક મર્યાદાઓને બાજુ પર મૂકી NET અને GPSC જેવી કઠિન પરીક્ષાઓમાં મેળવેલી ઝળહળતી સફળતા

તા.16/02/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

શારીરિક મર્યાદાઓને બાજુ પર મૂકી NET અને GPSC જેવી કઠિન પરીક્ષાઓમાં મેળવેલી ઝળહળતી સફળતા

“મંઝિલ ઉન્હીં કો મિલતી હૈ, જિનકે સપનોં મેં જાન હોતી હૈ, પંખો સે કુછ નહીં હોતા, હોસલોં સે ઉડાન હોતી હૈ.” આ પંક્તિઓને ગુજરાતના એક નાના ગામડાના યુવાને પોતાની મહેનત અને અડગ મનોબળથી સાર્થક કરી બતાવી છે વાત છે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના સાંગાણી ગામના વતની ડૉ. ગોપાલભાઈ ભોટાભાઈ ટોળિયાની એક દિવ્યાંગ વ્યક્તિ જ્યારે સમાજના પ્રવાહમાં પોતાની જગ્યા બનાવવા મથે છે ત્યારે તેને અનેક સામાજિક અને શારીરિક અવરોધોનો સામનો કરવો પડે છે પરંતુ ગોપાલભાઈએ સાબિત કરી દીધું કે જો લક્ષ્ય સ્પષ્ટ હોય અને ગુરુનું માર્ગદર્શન સચોટ હોય તો સામાન્ય ‘શિક્ષક’માંથી સરકારી કોલેજના ‘પ્રાધ્યાપક’ સુધીની સફર અશક્ય નથી ગોપાલભાઈની શૈક્ષણિક સફર અત્યંત કપરી છતાં રોમાંચક રહી છે તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત સાબરકાંઠા જિલ્લામાં એક સામાન્ય પ્રાથમિક શિક્ષક તરીકે કરી હતી પ્રાથમિક શાળાના બાળકોને ભણાવતા- ભણાવતા તેમના મનમાં ઉચ્ચ શિક્ષણનો દીવો પ્રજ્વલિત થયો દિવ્યાંગતા તેમની ગતિને ધીમી કરી શકતી હતી પણ તેમના વિચારોને રોકી શકી નહીં તેમણે ધ્રાંગધ્રાની એસ.એસ.પી. જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના હિન્દી વિભાગના અધ્યક્ષ ડૉ. જીવણભાઈ ડાંગરના શિષ્યત્વનો સ્વીકાર કર્યો ડૉ. ડાંગરના કુશળ માર્ગદર્શન હેઠળ તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. (Ph.D.) ની પદવી હાંસલ કરી અને પોતાના નામની આગળ ‘ડૉક્ટર’નું ગૌરવવંતું સંબોધન મેળવ્યું કોઈપણ સફળતા પાછળ પ્રેરણાનું એક મોટું બળ હોય છે ગોપાલભાઈની આ સિદ્ધિમાં હિન્દી ભવન (રાજકોટ) ના અધ્યક્ષ ડૉ. બી.કે. કલાસવા, વલ્લભ વિદ્યાનગરના સિન્ડિકેટ સભ્ય ડૉ. પ્રેમચંદભાઈ કોરાલી અને ડૉ. સામંતભાઈ મકવાણા જેવા વિદ્વાન ગુરુજનોનો સિંહફાળો રહ્યો છે પીએચ.ડી. બાદ પણ ગોપાલભાઈ અટક્યા નહીં તેઓ દસાડા તાલુકાના આદરીયાણા ગામની બી.કે. શાહ હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષક તરીકે જોડાયા પરંતુ તેમનું સ્વપ્ન કોલેજના યુવાનોને જ્ઞાન પીરસવાનું હતું આ માટે તેમણે રાત-દિવસ એક કરીને ‘નેટ’ (NET)ની કઠિન પરીક્ષા પાસ કરી અને ત્યારબાદ ‘ગુજરાત જાહેર સેવા આયોગ’ (GPSC)ની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી ધ્રાંગધ્રાની એસ.એસ.પી. જૈન કોલેજ અને ખાસ કરીને તેનો હિન્દી વિભાગ આજે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણનું પાવરહાઉસ બનીને ઉભર્યું છે ડૉ. જીવણભાઈ ડાંગરના નેતૃત્વમાં આ વિભાગે એક અનોખો કીર્તિમાન સ્થાપિત કર્યો છે ગોપાલભાઈ આ વિભાગના ૧૧મા વિદ્યાર્થી છે જે આજે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક પામ્યા છે અગાઉ પણ દસ વિદ્યાર્થીઓ ગુજરાતની વિવિધ સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઈડ કોલેજોમાં પ્રોફેસર બનીને સંસ્થાનું નામ રોશન કરી ચૂક્યા છે આ આંકડો માત્ર સંખ્યા નથી પણ એક એવી શૈક્ષણિક ક્રાંતિ છે જે સાબિત કરે છે કે જો સંસ્થામાં શ્રેષ્ઠ માર્ગદર્શન મળે તો ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ પણ આકાશને આંબી શકે છે શારીરિક રીતે અશક્ત હોવા છતાં માનસિક રીતે હિમાલય જેવા મક્કમ ગોપાલભાઈએ પડધરી ખાતેની ‘કવિ દાદ સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ’માં હિન્દી વિષયના મદદનીશ પ્રાધ્યાપક તરીકે સ્થાન મેળવ્યું છે તેમની આ નિમણૂકથી ધ્રાંગધ્રા કોલેજ પરિવારમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે કોલેજ સંચાલક મંડળના પ્રમુખ ઈશ્વરભાઈ ઠક્કર, મંત્રી તથા યુવા ઉદ્યોગપતિ જયેશભાઈ પટેલ, ઉપપ્રમુખ મેહુલભાઈ જોશી અને આચાર્ય ડૉ. પ્રતીકભાઈ દવે સહિતના મહાનુભાવોએ આ સફળતાને હૃદયપૂર્વક વધાવી છે મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ્ । યત્કૃપા તમહં વન્દે પરમાનન્દ માધવમ્ ॥” ડૉ. ગોપાલભાઈ ટોળિયાની આ સફર એ વાતની સાક્ષી પૂરે છે કે, શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ” મહેનત અને આત્મવિશ્વાસ હોય તો ગમે તેવી મુશ્કેલીઓને પાર કરી શકાય છે તેમણે માત્ર પોતાના પરિવાર કે જ્ઞાતિનું જ નહીં પરંતુ સમગ્ર શિક્ષક સમુદાયનું મસ્તક ગર્વથી ઊંચું કર્યું છે તેમની સફળતા એવા હજારો દિવ્યાંગ બાળકો અને ગ્રામીણ યુવાનો માટે એક આશાનું કિરણ અને દીવાદાંડી સમાન છે જેઓ સંસાધનોના અભાવે હિંમત હારી જાય છે.

Back to top button
error: Content is protected !!