GUJARATMULISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

મુળી નજીક ફાર્મ હાઉસમાં રાજુ કરપડાના આપમાંથી રાજીનામાં બાદ સ્થાનિક કાર્યકરની બેઠકો શરૂ.

તા.16/02/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

ખેડૂત નેતા રાજુ કરપડા દ્વારા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે ત્યારથી રાજકારણ ગરમાઈ રહ્યું છે સૌથી મોટી સુરેન્દ્રનગરના ચોટીલા વિધાનસભાની બેઠક ઉપર પડી રહી છે ત્યારે મુળી થાનગઢ અને ચોટીલા વિસ્તારમાં જે આમ આદમી પાર્ટીનું સંગઠન છે તે પણ હવે તૂટવાના એંધાણ વર્તાઈ રહ્યા છે મૂળી નજીક આવેલા એક ખાનગી ફાર્મ હાઉસમાં આમ આદમી પાર્ટીના સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા બેઠકો યોજવામાં આવી છે અને આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામાં આપવા અંગેની રણનીતિ ઘડવામાં આવી છે અને રાજુ કરપડાના સમર્થનમાં સંગઠનના કાર્યકર્તાઓ આવે તે અંગેની બેઠકો હવે શરૂ થઈ ગઈ છે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓ ડેમેજ કંટ્રોલ કરવા માટે નિષ્ફળ નિવડી રહ્યા છે ત્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં પણ મુળી ચોટીલા અને થાનગઢમાં આપને મોટો ફટકો લાગે તે પ્રકારનું વાતાવરણ ઊભું થયું છે ત્યારે હાલના તબક્કામાં રાજુ કરપડા દ્વારા હજુ કોઈ પાર્ટીમાં ભળવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો નથી ત્યારે હાલના તબક્કામાં રાજુ કરપડાના સંપર્કમાં કોંગ્રેસના અને ભાજપના નેતાઓ આવી રહ્યા છે અને પોતાની પાર્ટીમાં ભળવા માટેના નિમંત્રણો આપી રહ્યા છે પરંતુ ટૂંક સમયમાં ચોટીલા વિસ્તારમાં રાજુ કરપડા દ્વારા ખેડૂત સંમેલન યોજવા અંગેની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ટૂંક સમયમાં ચોટીલા વિસ્તારમાં ખેડૂત સંમેલન યોજી અને ત્યારબાદ ખેડૂતો કહેશે તે પાર્ટીમાં જશે તે અંગેનું નિવેદન રાજુ કરપડા દ્વારા આપવામાં આવ્યું છે ત્યારે હાલના તબક્કામાં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામા આપવા અંગેની તજવીજ અન્ય કાર્યકર્તાઓ દ્વારા શરૂ કરવામાં આવી છે અને રાજુ કરપડા ના સમર્થનમાં અન્ય કાર્યકર્તાઓ આવ્યા હોવાનો ઘાટ સર્જાયો છે અને તેની બેઠકો પણ હવે શરૂ થઈ ગઈ છે.

Back to top button
error: Content is protected !!