GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર નેત્રમ ટીમે CCTV ની મદદથી મહીલાનો ખોવાયેલ ગયેલ મોબાઇલ શોધી કાઢી પરત કર્યો

તા.16/02/2026
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે આ અભિયાનનો મુખ્ય હેતુ નાગરિકોની ખોવાયેલી કિંમતી વસ્તુઓ શોધીને તેમને સુરક્ષિત પરત સોંપવાનો છે તાજેતરમાં જ વિરમગામ તાલુકાના કમીઢલા ગામના રહેવાસી નીતાબેન રાજભાઇ ચારોલા સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડથી રિક્ષામાં બેસી ડૉ. પંચોલી સાહેબના દવાખાને ખબર- અંતર પૂછવા આવ્યા હતા ઉતાવળમાં તેઓ પોતાનો અંદાજે 10,000ની કિંમતનો સ્માર્ટફોન રિક્ષામાં જ ભૂલી ગયા હતા મોબાઈલ ગુમ થતા ચિંતાતુર બનેલા નીતાબેને આ અંગે સુરેન્દ્રનગર ‘નેત્રમ’ CCTV કંટ્રોલ રૂમ ખાતે જાણ કરી હતી નેત્રમ કંટ્રોલ રૂમના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એલ. ઝેઝરીયા અને તેમની ટેકનિકલ ટીમે તાત્કાલિક એક્શન લીધા હતા શહેરના સ્માર્ટ સીસીટીવી કેમેરાની મદદથી એ રિક્ષાની ઓળખ કરવામાં આવી જેમાં નીતાબેન સવાર હતા ઝીણવટભરી તપાસ બાદ રિક્ષાનો રજીસ્ટ્રેશન નંબર GJ-01-DX-4834 ટ્રેસ કરી લેવામાં આવ્યો હતો પોલીસે જ્યારે રિક્ષા ચાલકનો સંપર્ક કર્યો ત્યારે જાણવા મળ્યું કે તેઓ કોઈ કામ અર્થે બહારગામ ગયા છે જોકે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી રિક્ષા ચાલકના પત્ની પાસેથી ફોન મેળવી લીધો હતો અને નીતાબેનને બોલાવીને તેમનો કિંમતી મોબાઈલ પરત સોંપ્યો હતો પોતાની ખોવાયેલી વસ્તુ આટલી ઝડપથી પરત મળતા અરજદારે સુરેન્દ્રનગર પોલીસ અને નેત્રમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!