સદીઓ બાદ દ્વાદશ શિવ જ્યોર્તિલીંગમાં એક સાથે કોટી રૂદ્ર મહાયજ્ઞ

શિવભક્તનું દિવ્યચક્ષુથી ભવ્ય આયોજન-દેશના બાર શિવ જ્યોતીર્લીંગમા એકીસાથે કોટી રૂદ્ર મહાયજ્ઞ
જામનગરના સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન (ઇન્ડિયા)ના ઉપક્રમે દ્વાદશ જ્યોતિર્લિંગ કોટી રૂદ્ર મહાયાગ યજ્ઞમાળાની ઐતિહાસિક ઘટના અંતર્ગત પાવનતીર્થ ગણાતા બારેય જ્યોતિર્લિંગના સ્થળે તારીખ ૧૯ થી ૨૭ ના દિવસો દરમિયાન એકસાથે મળી કુલ ૧૦૮ કુંડી હોમાત્મક યજ્ઞમાળા રચવામાં આવી છે.આ સંસ્થાના પ્રમુખ અને મુખ્ય આયોજક એવા હાપા (જામનગર)ના હર્ષદભાઈ જી. વ્યાસ છે.ગુજરાત રાજ્યમાં સોમનાથ તથા દેવભૂમિ દ્વારકા સ્થિત નાગેશ્વર જ્યોતિર્લિંગ વિદ્યમાન છે. બાકીના ગુજરાત બહારના દસ એમ કુલ બાર એ દરેક જ્યોતિર્લિંગમાં નવકુંડી યજ્ઞ થશે. આ યજ્ઞમાળાનું કેન્દ્રીય સ્થાન દેવભૂમિ દ્વારકા પાસેનું નાગેશ્વર જ્યોતિર્લિંગ પરિસર રહેશે.
યજ્ઞમાળાનો શુભારંભ પ્રસિદ્ધ ભાગવતાચાર્ય શરદભાઈ વ્યાસ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગથી જ્યારે ગુજરાત રાજ્યના પૂર્વ કૃષિ કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ દ્વારા રામેશ્વર જ્યોતિર્લિંગથી દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવશે. આ કાર્યક્રમનું યુ-ટયુબના માધ્યમથી જીવંત પ્રસારણ ‘શ્રી બ્રહ્મવિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ-જામનગર’ ની ચેનલ પર પ્રસારિત થશે. જેમાં સમયાંતરે બારેય જ્યોતિર્લિંગના પૂજન-કોટિ રૂદ્ર યજ્ઞમાળાના પ્રધાન આચાર્ય સરસિયા-ધારીના આચાર્ય અનિરૂદ્ધભાઈ ઠાકર રહેશે. વારાણસી વિશ્ર્વનાથ મહાદેવ મંદિરે આ યજ્ઞમાં ભાગ લેવા પહોંચેલી ટીમના લીડર મીતેશભાઇ મહેતા (સર)છે અને જામનગરના સિનિયર એડવોકેટ અને નોટરી મી.પંકજભાઇ જોષી અને શ્રીમતી પ્રફુલ્લાબેન જોશી દંપતી જણાવે છે અમને દિવ્ય ઉર્જાનો અનુભવ થઇ રહ્યો છે જ્યારે વારાણસીમાં પ્રથમ પહોંચેલા જામનગરના સૌ શિવભક્ત વૃંદના જામનગરના જાગતા પ્રહરી અને મહિલા સંસ્થાઓના સેક્રેટરી નયનાબેન પી. દવે જણાવે છે કે વાતાણસીના વિવિધ ઘાટ ,અયોધ્યા શ્રીરામ મંદિર ,પ્રયાગનો ત્રિવેણીસંગમ વગેરે અમારા સૌ માટે આધ્યાત્મીક અનુભવ સમાન રહ્યા છે માટે આ તકે વારાણસી પહોંચેલા શિવભક્તો પ્રયાગ ,અયોધ્યા સહિત ભારતના પ્રસિદ્ધ દિવ્ય દર્શન સ્થળોએ જઇ ધન્યતા પણ અનુભવે છે.
_______________________
ભરત જી.ભોગાયતા
પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)
b.sc.,ll.b.,dny (GAU),journalism
8758659878
bhogayatabharat@gmail.com





