MORBI:મોરબીના વિવિધ વિસ્તારોમાં લોકોની વર્ષો જૂની સ્ટ્રીટ લાઇટની સમસ્યાનો આવશે અંત

MORBI:મોરબીના વિવિધ વિસ્તારોમાં લોકોની વર્ષો જૂની સ્ટ્રીટ લાઇટની સમસ્યાનો આવશે અંત
–મોરબીના શોભેશ્વરરોડ, નાની વાવડી, રાજપરરોડ સહિતના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટની કામગીરી પ્રગતિ હેઠળ: અંદાજિત રૂ.75 કરોડના ખર્ચે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ
મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિક શાખા દ્વારા જુદા જુદા વિસ્તારમાં લોકોની વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ આવનાર છે, મોરબી મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં સમાવેશ થતાં શોભેશ્વરરોડ, નાની વાવડી થી નંદીગઢ સુધી, રાજપરરોડ સહિતના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ વિથ પોલ અને મેન્ટેનસની કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા અંદાજિત રૂ.75કરોડના ખર્ચે પૂર્ણ કરી આગળની કામગીરી હાથ ધરવામાં આવી છે.
મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિક શાખા દ્વારા શહેરના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ વિથ પોલની કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા અંદાજિત રૂ.75 કરોડના ખર્ચે પૂર્ણ કરવમાં આવી છે. જેમાં શોભેશ્વર રોડ પર અંદાજિત 46 જેટલી જાહેર માર્ગ પર સ્ટ્રીટ લાઇટ કાર્યરત આ વિસ્તારની વર્ષો જૂની સમસ્યાનો અંત આવ્યો છે, ઇલેક્ટ્રિક શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ઓપરેશન અને મેન્ટેનસ માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, નાની વાવડી થી નંદીગઢ સુધી સ્ટ્રીટ લાઇટ વિથ પોલ નાખવાની કામગીરી ઇલેક્ટ્રિક શાખા દ્વારા હાથ ધરવામાં આવી છે, તેમજ રાજપર રોડ થી મોરબી મહાનગરપાલિકાની હદ સુધીના વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ વિથ પોલની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. આગામી સમયમાં ઇલેક્ટ્રિક શાખાની આ કામગીરી પૂર્ણ થયે રાજપર રોડ સહિતના વિસ્તારના લોકોની સ્ટ્રીટ લાઇટની સમસ્યાનો અંત આવશે, આ વિસ્તારના લોકોની સુખાકારીમાં વધારો થસે, જેથી અહીથી પસાર થતાં વાહન ચાલકોને પણ આવવા- જવામાં સરળતા રહેશે, મોરબી મહાનગરપાલિકા દ્વારા સતત વિકાસલક્ષી કર્યો કરવામાં આવી રહ્યા છે, જેમાં મોરબીના જૂન- નવા તમામ વિસ્તારોમાં આગામી સમયમાં ઇલેક્ટ્રિક શાખા દ્વારા મેન્ટેનન્સ કામગીરી અને નવી સ્ટ્રીટ લાઇટની કામગીરી પ્રગતિ હેઠળ છે.









