જૂનાગઢની શાળાઓમાં તેજસ્વી દીકરીઓનું સન્માન : ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અંતર્ગત શૈક્ષણિક કીટનું વિતરણ
દીકરીઓને શિક્ષણ અને સુરક્ષા દ્વારા આત્મનિર્ભર બનાવવા જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીનો સ્તુત્ય પ્રયાસ

દીકરીઓને શિક્ષણ અને સુરક્ષા દ્વારા આત્મનિર્ભર બનાવવા જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીનો સ્તુત્ય પ્રયાસ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લામાં દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા અને ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાનને વેગ આપવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સી.જી. સોજીત્રા તથા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી બી.ડી. ભાડના માર્ગદર્શન હેઠળ જિલ્લાની વિવિધ પ્રાથમિક અને હાઈસ્કૂલોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર પ્રતિભાશાળી દીકરીઓને “શૈક્ષણિક કીટ” અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
શિક્ષણ અને સુરક્ષાનો સમન્વય આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં દીકરીના જન્મ, તેના ઉચ્ચ શિક્ષણ અને સુરક્ષા પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ કેળવવાનો છે.
આ તકે અધિકારીઓએ જણાવ્યું હતું કે, દીકરીઓ શિક્ષણ મેળવી આત્મનિર્ભર અને સ્વાવલંબી બને તે જ આ અભિયાનની સાચી સફળતા છે. શૈક્ષણિક કીટ વિતરણ દ્વારા દીકરીઓમાં સ્પર્ધાત્મક ભાવના જાગે અને તેઓ ભવિષ્યમાં ઉચ્ચ શિખરો સર કરે તેવી પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી.
સમાજમાં જાગૃતિનો સંદેશ શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓએ સરકારની આ પહેલની હાર્દિક સરાહના કરી હતી. ઉપસ્થિત વક્તાઓએ દીકરીઓને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા અને તેમના સર્વાંગી વિકાસ માટે સામાજિક સહયોગની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને અમલીકરણ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સુચારૂ રીતે કરવામાં આવ્યું હતું, તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.





