દસાડાના ખેરવા ગામનાં ઉપ-સરપંચને હોદ્દા પરથી સસ્પેન્ડ કરાયા, સરકારી જમીન પર દબાણ અને ગુનાહિત પ્રવૃત્તિઓ બદલ DDOની કાર્યવાહી

તા.20/02/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં સરપંચો ઉપ સરપંચો દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં આવેલી જમીનો ઉપર દબાણ કરતા હોય તેની ફરિયાદો સતત વધતી જઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેરવા ગામે ઉપસરપંચ તરીકે ઇનાયતખાન મલેક પોતે ફરજ બજાવી રહ્યા હતા પરંતુ તેમના ઉપર મારામારી ગેરકાયદેસર હથિયારની હેરાફેરી સહિતના ગંભીર પ્રકારના ગુનાઓ પણ દાખલ થયેલા છે આ ઉપરાંત ઉપસરપંચ ઇનાયત ખાન દ્વારા ત્રણ વખત દબાણો કરવામાં આવ્યા હતા ત્યારે મામલતદાર તાલુકા વિકાસ અધિકારી અને સર્કલ ઓફિસર તેમજ ગ્રામ પંચાયતના સરપંચ તલાટીઓ સદસ્યો દ્વારા ત્રણ વખત ગામમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા તે છતાં ઉપસરપંચ દ્વારા દબાણો હટાવ્યા હોય તે જમીન ઉપર જ ફરી બાંધકામો શરૂ કરી નાખવામાં આવ્યા હતા ત્યારે આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારીને તાલુકા વિકાસ અધિકારી દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ઇનાયત ખાનને પંચાયત ધારાની કલમ 57 અંગેની નોટીસ આપવામાં આવી હતી અને કાર્યવાહી શરૂ કરવામાં હતી ત્યારે આ અંગે ઉપ સરપંચ ઇનાયત ખાનને બે વખત સાંભળવા અને રૂબરૂ રજૂઆત કરવાનો મોકો આપવામાં આવ્યો હતો પરંતુ તે પોતે રજૂઆત તેમજ અન્ય પુરાવાઓ રજૂ કરવામાં નિષ્ફળ નિવડ્યા હતા જેથી સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી કે એસ યાજ્ઞિક દ્વારા અંતે નિર્ણય કરી અને તેમને પોતાના પદ ઉપરથી હટાવવામાં આવ્યા છે અને સીમ માં આવેલી સરકારી જમીન ઉપરથી દબાણો દૂર કરવાની કાર્યવાહીના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે ઉપસરપંચ પદેથી સસ્પેન્ડ કરવામાં આવતા હાલ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ પ્રકારનું પગલું ભરવામાં આવ્યું છે જેને લઇને અન્ય સ્થળો ઉપર પણ ઉપસરપંચ સરપંચોએ કરેલા દબાણ મુદ્દે ફફડાટ ફેલાયો છે.




