DASADAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

પાટડીમાં CNG પંપના કર્મીને માર મારી લૂંટ ચલાવનાર સેડલાના બે શખ્સોને દબોચી લીધા

તા.20/02/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના બજાણા રોડ પર આવેલ સીએનજી પંપમાં કારમાં આવેલા 2 શખ્સોએ તા. 22-1 ના રોજ પંપના કર્મીને માર મારી રોકડની લૂંટ ચલાવી હતી આ બનાવમાં પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરતા આરોપીઓ સેડલાના બે શખ્સોને ગામના તળાવની પાળ પાસેથી દબોચી લીધા છે દસાડાના પોરડા ગામે રહેતા અને પાટડી બજાણા રોડ પરસહજાનંદ સીએનજી પંપ ખાતે નોકરી કરતા સુનીલભાઈ અરજણભાઈ કડ ગત તા.2 એ સવારે પંપ ઉપર ફરજમાં હતા એક કાળા કલરની ક્રેટા કારમાં આવેલા બે શખ્સોએ તારી પાસે જે રૂપિયા હોય તે આપી દે તેમ કહેતા સુનીલભાઈએ ના પાડી હતી જેમાં બન્ને નીચે ઉતર્યા હતા અને એક શખ્સે સુનીલભાઈને પકડી રાખી બીજાએ લાકડી વડે માર મારી ઝપાઝપી કરી સુનીલભાઈના ખીસ્સામાંથી રૂ. 4400ની લૂંટ ચલાવી બન્ને કાર લઈને ફરાર થઈ ગયા હતા આ બનાવની સીસીટીવીના આધારે તપાસ હાથ ધરાતા લૂંટ ચલાવનાર બે શખ્સો દસાડાના સેડલાના સત્તાર આલમશા દીવાન અને હયાત હુસેનખાન મલેક હોવાનું સામે આવ્યુ હતુ પરંતુ આ બન્ને શખ્સો પોલીસ ધરપકડ ટાળવા નાસતા ફરતા હતા ત્યારે પેરોલ ફર્લો સ્કવોડના અજયસિંહની બાતમીને આધારે સ્ટાફે આ બન્નેને સેડલા ગામના તળાવની પાળ પાસેથી ઝડપી લઈ પાટડી પોલીસના હવાલે કર્યા છે.

Back to top button
error: Content is protected !!