સુરેન્દ્રનગર જિલ્લામાં 12 ગામોમાં 130 કનેક્શનમા વીજ ચોરી ઝડપી રૂ.65.20 લાખનો દંડ ફટકારવામાં આવ્યો.
25 ફેબ્રુઆરી સુધીમાં બાકી બિલ ભરવામાં ન આવે તો વીજ જોડાણ કાપી નાખવાની સુચના

તા.20/02/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
25 ફેબ્રુઆરી સુધીમાં બાકી બિલ ભરવામાં ન આવે તો વીજ જોડાણ કાપી નાખવાની સુચના, સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ વિભાગ દ્વારા વીજ ચોરી ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે અને કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનો વીજ લોસ 25% થી વધી જતા હવે સુરેન્દ્રનગર પીજીવીસીએલ વિભાગ પોલીસ વિભાગ અને હવે તો એસઆરપીના જવાનોને સાથે રાખી અને દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ગ્રામીણ વિસ્તારોમાં જે વીજ ચોરી ચાલી રહી છે તે અટકાવવા માટે તંત્રની ટીમો મેદાને ઉતરી છે ત્યારે 12 જેટલા ગામોમાં વીજ ચોરી ઉપર દરોડા પાડવામાં આવ્યા છે જેમાં 18 જેટલી એસઆરપીના જવાનો તેમજ 25 જેટલી પોલીસ અને પાંચ જેટલા કેમેરા મેનોને સાથે રાખી અને સુરેન્દ્રનગર પીજીવીસીએલ વિભાગ દ્વારા બહાર ગામોમાં 795 જેટલા વીજ જોડાણનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં લટુડા, દીક્ષર, ખાખરા થડ, ખાટડી, ખેરાણા, મેવાસા, પિયાવા, સુખસર, મોટા હરણીયા, તરણેતર, ટીકર વગેરે ગામોમાં ચેકિંગ કામગીરી હાથ ધરી અને વીજ જોડાણો ઉપર બાજ નજર રાખવામાં આવી હતી અને વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે જેમાં કુલ 795 જેટલા 20 જોડાણો ચેકિંગ કરવામાં આવ્યા હતા જે પૈકી ઘર વપરાશના 127 અને વાણિજ્ય હેતુના 03 મળી કુલ 130 જેટલા વીજ જોડાણોમાં ગેરીતી ઝડપાઈ હતી ત્યારે આ મુદ્દે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને 65.20 લાખ રૂપિયાનો દંડ ફટકારી અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ત્યારે વીજચોરી કરતા તત્વોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં પાવર ચોરી સતત વધી રહી છે ત્યારે તેને અટકાવવા માટે સુરેન્દ્રનગર પીજીવીસીએલ વિભાગની ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી છે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં ચાલી રહેલી ચોરી ઉપર તો દરોડા પાડવામાં આવી રહ્યા છે પરંતુ હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ જે વીજ ચોરી થઈ રહી છે તેવા કનેક્શનનો ઝડપી પાડી અને દંડ ફટકારવાની કાર્યવાહી પીજીવીસીએલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કટુડા ગામની ટીમમાં 21 જેટલી ટીમો દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં 51 જેટલા વીજ જોડાણોમાં ગેરરીતી ઝડપાઈ હતી અને સીધી પાવરની ચોરી કરી અને ઘર વપરાશ તેમજ ખેત વપરાશ માટે પાવરનો ઉપયોગ કરવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું આ સંદર્ભે દરોડાની કાર્યવાહી કરી અને કુલ 51 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને પાવર ચોરી કરતા તત્વો વિરોધમાં પગલાં ભરવામાં આવ્યા છે સુરેન્દ્રનગર પીજીવીસીએલ વિભાગ દ્વારા છેલ્લા 30 દિવસથી ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે અને જિલ્લાનો વીજ લોશ છે 25% પહોંચી ગયો છે તે નીચે આવે તે પ્રકારના પ્રયાસો વીજ વિભાગની ટીમો અને અન્ય તંત્રની ટીમો દ્વારા સંયુક્ત ઓપરેશનના ભાગ સ્વરૂપે હાથ ધરવામાં આવ્યા છે.




