SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વઢવાણમાં મનપાની બેદરકારીના કારણે પીવાના પાણીની પાઇપલાઇનમાં પિત્તળનો ઘડો ફસાયો

લાઈન રીપેરીંગ માટે ખોદકામ શરૂ કરવામાં આવ્યું બે દિવસ સુધી પાણી વિતરણ વ્યસ્થા ખોરવાઈ ગઈ.

તા.20/01/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

લાઈન રીપેરીંગ માટે ખોદકામ શરૂ કરવામાં આવ્યું બે દિવસ સુધી પાણી વિતરણ વ્યસ્થા ખોરવાઈ ગઈ, સુરેન્દ્રનગર જિલ્લામાં પીવાના પાણીની મુખ્ય સમસ્યાઓ હવે શરૂ થઈ ગઈ છે તેમાં પણ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં પીવાના પાણી માટે લોકોને વલખા મારવા પડતા હોય તે પ્રકારની પરિસિ્થતિનું નિર્માણ થયું છે સુરેન્દ્રનગર શહેરમાં હજુ ઉનાળો શરૂ નથી થયો ત્યાં પાણીની વિકટ સમસ્યા સર્જાય છે તંત્રની બેદરકારીના કારણે સુરેન્દ્રનગર પાણી સપ્લાય કરતી સિસ્ટમમાં વારંવાર ખામીઓ સર્જાઇ રહી છે જેને લઇને પાણી કાપનો સામનો સુરેન્દ્રનગર શહેરની જનતાને કરવો પડી રહ્યો છે એક તરફ વઢવાણમાં સાત દિવસથી પાણી વિતરણ કરવામાં આવ્યું નથી ત્યાં ફરી એક વખત પાણી કાપની સમસ્યામાંથી વઢવાણ વાસીઓને પસાર થવું પડશે સુરેન્દ્રનગરનું વઢવાણ મહાનગર પાલિકામાં ભર્યું ત્યારથી સમસ્યાઓ વકરતી જઈ રહી હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે વઢવાણ મસ્જિદચોક વિસ્તારમાં પાણીની પાઇપ લાઇનમાં પિત્તળનો ઘડો ફસાઈ ગયો છે પાણીની ટાંકીમાંથી પાણી સપ્લાય કરવામાં આવે છે તેની સાથે પાણીની પાઇપલાઇનમાં પિત્તળનો ઘડો પણ જતો રહ્યો હોવાના કારણે તે સુરેન્દ્રનગરની વઢવાણમાં આવેલી મસ્જિદ ચોક વિસ્તારની પાણીની પાઇપ લાઇનમાં ફસાઈ ગયો છે જેને લઇને સમગ્ર વિસ્તારમાં પાણી પૂરું પાડતી પાઇપલાઇન લોક થઈ ગઈ છે અને તેના રીપેરીંગ પાછળ એન્જિનિયરોની ટીમો કામે લગાવવામાં આવી છે જેસીબી સહિતના મશીનરી મોકલી અને પાઇપલાઇનનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે પરંતુ હજુ પણ આ રીપેરીંગ કરતા બે દિવસનો સમય લાગી જશે તેવું નગરપાલિકાના એન્જિનિયરો દ્વારા જણાવવામાં આવ્યું છે હજુ પણ સુરેન્દ્રનગરના વઢવાણમાં બે દિવસ સુધી પાણીકાપ રહેશે તે પ્રકારની પરિસિ્થતિનું નિર્માણ થયું છે એક તરફ ઉનાળાની શરૂઆત નથી થઈ ત્યાં પાણી માટે સ્થાનિક લોકોને વલખા મારવા પડી રહ્યા છે વેચાતા ટેન્કર પાણીના લેવા માટે પણ વઢવાણ વાસીઓ મજબૂર બની રહ્યા છે વારંવાર વઢવાણમાં પાણીની પાઇપલાઇનની સિસ્ટમ લોક થઈ જઈ રહી છે ત્યારે આ અંગે કાયમી નિકાલ આવે તે પ્રકારની કામગીરી કરવાની પણ મહાનગર પાલિકાના અધિકારીઓ સામે વઢવાણ વાસીઓ દ્વારા માંગ કરવામાં આવી છે હાલના તબક્કામાં બે દિવસ સુધી વઢવાણમાં પાણી વિતરણ નહીં કરી શકાય ત્યારબાદ જો રીપેરીંગ થશે તો પાણી વિતરણ થશે તેવું નગરપાલિકાના એન્જિનિયરો દ્વારા જણાવવામાં આવ્યું છે વઢવાણ શહેરમાં વાલનું કામકાજ ચાલુ હોવાના કારણે હાલમાં વઢવાણ ખાતે પાણીની મોટામાં મોટી સમસ્યા સર્જાય છે અને આખું વઢવાણ હાલમાં પાણી પાણી માટે દેકારો બોલ્યો છે અને છેલ્લા દસ દિવસથી વઢવાણમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોવાઈ છે જેના કારણે દરેક વિસ્તારમાંથી મહિલાઓના ટોળેટોળા મહાનગરપાલિકા ખાતે આવી અને રજૂઆત કરવા છતાં પણ તેનું કોઈ નિરાકરણ લાવવામાં મહાનગર પાલિકા નિષ્ફળ નિવૃત્તિ હોવાનું સ્પષ્ટ પણે જાહેર થયું છે મહિલાઓના ઘરે પાણી માટે હાલમાં દેખારો બોલી રહ્યો છે સહેજ ક્રિયા કરવા માટે પણ પાણી માણસોના ઘરમાં નથી ત્યારે તાત્કાલિક અસરે રીપેરીંગ કરી અને પાણી વિતરણ કરે તેવી હાલમાં વઢવાણ વાસીઓની માંગણી ઉઠવા પામી છે સુરેન્દ્રનગર મહાનગર પાલિકા બની ત્યારબાદ જાણે કે વઢવાનું હોય ધણી કે ધોળી ન હોય તેવો ઘાટ હાલમાં સર્જાવા પામ્યો છે અને ખાસ કરી અને હાલમાં લઘુમતી વિસ્તારમાં એટલે કે મુસ્લિમ વિસ્તારમાં રમજાન માસ શરૂ થઈ ગયો છે અને ખાસ કરી અને રમજાનમાં શરૂ થતા ની સાથે જ પાણીની જરૂરિયાત પણ વધારે મુસ્લિમ વિસ્તારમાં હોય છે ત્યારે હાલમાં મુસ્લિમ વિસ્તારમાં રૂપિયા ફરજીયાત પણે ખર્ચી અને પાણી મંગાવવાનો સમય આવ્યો છે ત્યારે રૂપિયા 1300 નું ટેન્કર મંગાવવાનું વારો વઢવાણ વાસીઓને આવ્યો છે અને છેલ્લા દસ દિવસથી પાણી વિતરણ ન થતા એક પણ ઘરમાં હાલમાં પાણી ન હોવાનું પણ મહિલામાં દેકારો બોલ્યો છે.

Back to top button
error: Content is protected !!