MORBI:મોરબીમાં મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર નિમિત્તે જાહેરનામાનો-ભંગ કરનાર બે દુકાનદારો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

MORBI:મોરબીમાં મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર નિમિત્તે જાહેરનામાનો-ભંગ કરનાર બે દુકાનદારો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં કતલખાના બંધ રાખવા અને માંસ-મટનના વેચાણ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. તેમ છતાં, આ આદેશનું ઉલ્લંઘન કરનાર ‘ન્યુ યાદગાર કેટરર્સ’ નામના દુકાનદાર વિરુદ્ધ મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, મોરબી મ્યુનિસિપલ કમિશનર દ્વારા મહાશિવરાત્રીના તહેવારને ધ્યાને રાખીને જનતાની ધાર્મિક લાગણી ન દુભાય તે હેતુથી માંસ, મટન, ચિકન અને માછલીના વેચાણ પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે, મોરબીના જૂના બસ સ્ટેન્ડ પાસે, અયોધ્યાપુરી મેઈન રોડ પર આવેલા રુદ્રાક્ષ પ્લાઝામાં સ્થિત ‘ન્યુ યાદગાર કેટરર્સ’ નામની દુકાનદાર વિરુદ્ધ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ કમલેશભાઈ બોરીચાએ મોરબી મહાનગરપાલિકામાં આ દુકાન ચાલુ હોવા અંગે અરજી કરી હતી. આ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે દુકાનદાર રાત્રિના સમયે છૂપી રીતે માંસ-મટનનું વેચાણ કરી રહ્યા હતા.ત્યારબાદ, મોરબી મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં ફરજ બજાવતા અનુરાગભાઈ યોગેશભાઈ સંતોકી (ઉ.વ. ૨૯) એ આ મામલે સરકાર તરફથી ફરિયાદી બની મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.”મહાશિવરાત્રી જેવા પવિત્ર તહેવારે વહીવટી તંત્રના આદેશની અવગણના કરનાર દુકાનદાર સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જાહેરનામાના ભંગ બદલ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.”








