આઠ વર્ષ અગાઉના મારામારી ના કેસમાં મહિલા સહિત ત્રણ આરોપીઓને કાલોલ કોર્ટે શંકાનો લાભ આપી છોડી મુક્યા.

તારીખ ૨૧/૦૨/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસ મથકે વર્ષ ૨૦૧૭ મા સઈદભાઈ શબ્બીરભાઈ સુબન દ્વારા ફરિયાદ નોંધાવી હતી અને સર્વે નંબર ૨૩ પૈકીના ૨ વાળી જમીનમાં નીલગીરી કટીંગ અને માટી પુરવાનું કામ ચાલતું હતું અને પુરાણવાળી જગ્યાએ ગાડી નાળિયાના ભાગે ફસાઈ જતા જેસીબી મારફતે માટી કઢાવતા હતા ત્યારે ફારુકભાઈ ઈસ્માઈલભાઈ દાઉદ નુ ખેતર તેમજ મકાન નળિયા ને અડીને આવેલા હોય તેઓ તથા અસફાક ફારુક તેમજ સાઈરાબીબી ફારુકભાઈ ત્રણેવ જણા ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા નાળિયામાં માટી કેમ નાખો છો વાડ કેમ તોડી નાખી તેમ કહી ઝગડો કરી ફારૂકભાઇ એ વાસની લાકડી લઈ ફરિયાદીને ડાબા કાનની પાછળના ભાગે મારતા લોહી નીકળ્યું હતું જે ફરિયાદ કાલોલના એડી ચીફ જયુ મેજિસ્ટ્રે ની કોર્ટ માં ચાલી જતા આરોપીઓ તરફે એડવોકેટ પી.એમ.શેખ હાજર રહ્યા હતા અને ઊલટ તપાસમાં સાહેદો એ બનાવ નજરે જોયેલ ન હોવાનું તેમજ બન્ને પંચો પણ બનાવને સમર્થન આપતા ના હોય તેમજ સારવાર કરનાર ડોક્ટર ની ઊલટ તપાસમાં ઈજા સામાન્ય પ્રકારની હોવાનું તથા કોણે ઈજા કરેલી તે હિસ્ટ્રી મા લખાવેલ ના હોવાનું બહાર આવ્યુ હતુ વધુમાં બન્ને પક્ષકારો વચ્ચે જમીન સંબધી દાવા અને તકરારો ચાલતી હોવાનું પણ બહાર આવ્યુ હતુ સમગ્ર મામલે આરોપીઓ તરફે એડવોકેટ પી.એમ. શેખ દ્વારા કરેલી દલીલો અને ઊલટ તપાસ ને આધારે એડી ચીફ જયુ મેજિસ્ટ્રે એફ બી પઠાણ દ્વારા સાહેદો ની જુબાની અને અને પોલીસ સમક્ષ ના જવાબમાં વિરોધાભાસ જણાય છે તેમજ મોડી ફરિયાદ નો કોઈ ખુલાસો કર્યો નથી નજરે જોનાર કોઈ સાક્ષી ના હોય તમામ આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવાનો આદેશ આપ્યો છે.







