MORBI:મોરબી: સોની પરિવાર પર આવી પડેલી આફતના ઘેરા પ્રત્યાઘાત, સામાજિક કાર્યકરોએ શોક સંદેશ પાઠવી આપી હૈયાધારણા




MORBI:મોરબી: સોની પરિવાર પર આવી પડેલી આફતના ઘેરા પ્રત્યાઘાત, સામાજિક કાર્યકરોએ શોક સંદેશ પાઠવી આપી હૈયાધારણા

મોરબીમાં સોની પરિવાર સાથે બનેલી દુખદ ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે અરેરાટી ફેલાવી છે. આ કપરી પરિસ્થિતિમાં સ્થાનિક સામાજિક કાર્યકરો અને અગ્રણીઓ પરિવારની વહારે આવ્યા‘અમે તમારી સાથે છીએ’ કહી સામાજિક કાર્યકરો..
મોરબી: તાજેતરમાં મોરબીમાં સમસ્ત સોની સમાજના એક પરિવાર સાથે બનેલી અત્યંત દુઃખદ ઘટનાના સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ કપરા સમયે પીડિત પરિવારને સાંત્વના આપવા માટે મોરબીના જાગૃત સામાજિક કાર્યકરો આગળ આવ્યા છે અને સોની સમાજ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
મોરબીના જાણીતા સામાજિક અગ્રણીઓ રાજુભાઈ વી. દવે, ગીરીશભાઈ કોટેચા, દેવેશભાઈ રાણેવાડિયા અને જગદીશભાઈ બાંભણીયા સહિતના આગેવાનો દ્વારા આજે તા. ૨૧/૦૨/૨૦૨૬ના રોજ ‘સમસ્ત સોની સમાજ, મોરબી’ને સંબોધીને એક પત્ર લખવામાં આવ્યો છે.આ શોક સંદેશમાં સામાજિક કાર્યકરોએ જણાવ્યું છે કે, “સોની સમાજના પરિવાર પર જે દુઃખદ ઘટના બની છે, તેને અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. આ મુશ્કેલ સમયમાં અમે સંપૂર્ણપણે સોની સમાજ અને પીડિત પરિવારની સાથે છીએ.”વધુમાં, તેઓએ આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતા જણાવ્યું હતું કે, “અવસાન પામેલ વ્યક્તિના પરિવાર પર જે આફત આવી છે, તે સહન કરવાની શક્તિ શ્રીનાથજી બાવા આપે તેવી અમારી પ્રાર્થના છે. અમે સામાજિક કાર્યકરો આ દુઃખની ઘડીમાં હંમેશા આપની સાથે રહીશું.”આમ, મોરબીના સામાજિક કાર્યકરોએ માનવતા દાખવી શોકગ્રસ્ત પરિવારને આ કપરા કાળમાં હિંમત પૂરી પાડી છે



