સુરેન્દ્રનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
ગત માસમાં કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા સસ્તા અનાજની દુકાનો સહિત ૫૬૪ જેટલા સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી, ૧૦ વેપારીઓ સામે કાર્યવાહી

તા.21/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
ગત માસમાં કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા સસ્તા અનાજની દુકાનો સહિત ૫૬૪ જેટલા સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી, ૧૦ વેપારીઓ સામે કાર્યવાહી, સુરેન્દ્રનગર જિલ્લામાં કલેકટર કે.એસ.યાજ્ઞિકના અધ્યક્ષસ્થાને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક કલેકટર કચેરી સભાખંડ ખાતે યોજાઈ હતી જેમાં વાજબી ભાવની દુકાનોની સંખ્યા, અનાજ વિતરણ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા સમાહર્તા કે. એસ. યાજ્ઞિકે અનાજ પુરવઠો સમયસર અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું તેમજ પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી જિલ્લા પુરવઠા અધિકારી એ. જી. ગજ્જરે જિલ્લામાં કાર્યરત વાજબી ભાવની દુકાનો, ઈ –પ્રોફાઈલ, ડિવાઈસ મેપિંગ, હાલ જિલ્લાને મળતો જથ્થો, વિતરણ થયેલો જથ્થો, કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા થયેલી કાર્યવાહી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી વિશે વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી હાલ જિલ્લામાં કુલ ૫૩૬ વાજબી ભાવની દુકાનો કાર્યરત છે જે પૈકી ૪૧ જેટલી દુકાનો હાલ ચાર્જમાં છે NFSA ૨,૫૫,૩૯૬ કાર્ડ અને NON NFSA ૧,૦૧,૮૨૧ કાર્ડ નોંધાયેલા છે ગત માસમાં કાનૂની માપ વિજ્ઞાનની કચેરી દ્વારા ૫૫ જેટલા પેટ્રોલ પંપ, ગેસ એજન્સીની સંખ્યા ૦૮ સામે તપાસ કરવામાં આવી હતી સસ્તા અનાજની ૧૫ દુકાનો તેમજ અન્ય ૫૬૪ વેપારી/ફેરિયાઓ સામે તપાસ કરવામાં આવી છે જેમાં ૧૦ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે પૈકી કાયદેસરની કાર્યવાહી કરી ગુન્હા માંડવાળ પેટે રૂ.૫૮,૦૦૦ તેમજ ચકાસણી અને મુંદ્રકન પેટે રૂ.૩,૫૦,૨૭૫ ફી વસુલ કરવામાં આવી હતી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગત માસમાં ૪૧ જેટલા નમુનાઓ લેવામાં આવ્યા હતા ૨૪ જેટલા ખાદ્ય નમુનાઓની ચકાસણી કરવામાં આવી હતી ફૂડ સેફ્ટીની કામગીરી દરમિયાન ૨૦ જેટલાં ઇન્ફોર્મલ નમુના લેવામાં આવ્યા હતા ૯૪ જેટલા રજિસ્ટ્રેશન અને લાયસન્સ ખાદ્ય પરવાના આપવામાં આવ્યા છે તેમજ હોટેલ, રેસ્ટોરન્ટ, મીઠાઈ ફરસાણની દુકાન, પાણીની લારી, અનાજ કરિયાણાની પેઢી અન્ય સ્થળ સહિત ૬૦ જેટલા સ્થળોએ મુલાકાત કરવામાં આવી હતી આ બેઠકમાં સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય પી.કે. પરમાર, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિના સભ્યઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




