ANJARGUJARATKUTCH

રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાના અધ્યક્ષસ્થાને વિકેન્દ્રીત જિલ્લા આયોજન માટે અંજાર તાલુકા આયોજન સમિતિની બેઠક યોજાઈ

આયોજનના રૂ.૧૩૦.૬૫ લાખના કામોને મંજૂરી સાથે ટ્રેકટર તથા જેટીંગ મશીનનું રાજ્યમંત્રી દ્વારા લોકાર્પણ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.

અંજાર ,તા-૨૧ ફેબ્રુઆરી : અંજાર તાલુકા પંચાયત ખાતે ટેક્નિકલ અને ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાના અધ્યક્ષસ્થાને વિકેન્દ્રીત જિલ્લા આયોજનની વિવિધ ગ્રાન્ટના કામોના આયોજન માટે અંજાર તાલુકા આયોજન સમિતિની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં તાલુકા આયોજન સમિતિના અધ્યક્ષ તથા તાલુકા પંચાયત પ્રમુખ શોભનાબા જાડેજાની ઉપસ્થિતિમાં ગત બેઠકની કાર્યવાહી નોંધનું વાંચન અને બહાલી સાથે વર્ષ ૨૦૨૬-૨૦૨૭ના વર્ષ માટે આયોજનના કામોની દરખાસ્તો રજૂ કરાઇ હતી. જેમાં મળવાપાત્ર જનરલ ગ્રાન્ટના રૂ.૧૦૭.૫૦ લાખમાંથી સી.સી રોડ, પેવર બ્લોક તથા અન્ય કામો તેમજ અંગભૂત ગ્રાન્ટના રૂ.૧૫ લાખમાંથી સી.સી રોડ, પેવર બ્લોક તથા અન્યકામો, ૫ ટકા પ્રોત્સાહકના મળવાપાત્ર ૩.૧૫ લાખ, ખાસ પ્લાન(બક્ષીપંચ)ના રૂ.૫ લાખ એમ રૂ.૧૩૦.૬૫ લાખના આયોજનના કામોને મંજૂરી અપાઇ હતી. આ સાથે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે વીરા અને ખેડોઇ ગામને રૂ.૧૬ લાખના ખર્ચેના બે ટ્રેક્ટરનું લોકાર્પણ તથા સમસ્ત અંજાર તાલુકા માટે રૂ.૧૭ લાખના ખર્ચે જેટીંગ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી ભૂરાભાઇ ડાંગર, જિલ્લા પંચાયત સદસ્ય મંજુલાબેન ડાંગર, લખીબેન ડાંગર, મશરૂભાઇ રબારી, મ્યાઝરભાઇ છાંગા તથા તાલુકા સામાજિક ન્યાય સમિતિ ચેરેમેનશ્રી રાણીબેન થારૂ, તાલુકા વિકાસ અધિકારી ભાવેશ પટેલ સહિત અધિકારી ઓ, પદાધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

Check Also
Close
Back to top button
error: Content is protected !!