
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ તા.૨૧ ફેબ્રુઆરી : વિશ્વ માતૃભાષા દિવસ નિમિતે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સુખપર (મદનપુર) કુમાર શાળા નં -2 તથા સુખપર (મદનપુર) કન્યા શાળા નં – 2 નાં સંયુક્ત ઉપક્રમે તા -21/2/2026 શનિવાર નાં સવારે 10 વાગ્યે જાણીતા વક્તા દર્શનાબેન ધોળકીયાનું વક્તવ્ય યોજવામાં આવ્યું. તેમણે માતૃભાષાનું મહત્વ સાથે સાહિત્ય ની ખૂબ રસપ્રદ શૈલીમાં વાતો કરી. ઘનશ્યામસિંહ જાડેજાએ શાબ્દિક આવકાર આપ્યો હતો. કાર્યક્રમ નું સંચાલન દિપેશભાઈ નાકરે જ્યારે જયેશભાઈ ગોરે આભારવિધિ કરી હતી. આ પ્રસંગે બંને શાળાનાં SMC અધ્યક્ષ કાંતિભાઈ પાધરા અને દક્ષાબેન વેકરીયા તેમજ સભ્યો અને બંને શાળાનાં શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવ ને સફળ બનાવવા બંને શાળાનાં શિક્ષકોએ સહકાર આપ્યો હતો. માતૃભાષા નાં મહિમાગાન સાથે માતૃભાષા મહોત્સવ 2026 ની ભવ્ય રીતે સાર્થક ઉજવણી કરી હતી. આ તકે ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે પુનઃ બિનહરીફ વરણી થતા ઘનશ્યામસિંહ જાડેજા, મહામંત્રી મેહુલ જોશી અને રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહિલા મંત્રી વિલાસબા જાડેજાનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે સુખપર કુમાર શાળા નં -2 અને કન્યા શાળા નં -2 નાં વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.




