કાલોલ ભાજપ યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીના પુતળા ને લાતો મારી કોંગ્રેસ હાય હાયના બેનર સાથે વિરોધ પ્રદર્શન.

તારીખ ૨૨/૦૨/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
નવી દિલ્હી ખાતે ચાલી રહેલા AI summit દરમિયાન, સમગ્ર વિશ્વના અગ્રણી ડેલિગેટ્સની હાજરીમાં યુથ કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા ગેરકાયદેસર રીતે પ્રવેશ મેળવી પ્રદર્શન હોલમાં વિરોધ પ્રદર્શન કરાયુ છે. વિરોધના બહાને કરાયેલા આ અશોભન વર્તનને બુદ્ધિહિન અને બેશરમ કૃત્ય ગણાવી વ્યાપક ટીકા થઈ છે.આ ઘટનાના વિરોધમાં કાલોલ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા કાલોલ એમજીએસ હાઇસ્કૂલ સામેના બગીચાથી તિરંગા સર્કલ સુધી રેલી કાઢવામાં આવી હતી જ્યાં તિરંગા સર્કલ ખાતે ઉગ્ર પ્રદર્શન યોજાયું હતું જેમાં કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ,જીલ્લા ભાજપ મંત્રી ડો પરાગભાઇ પંડ્યા,કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, તાલુકા ભાજપ મહામંત્રી વીરેન્દ્રસિંહ પરમાર, શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ સહિત તાલુકા અને શહેર ભાજપ યુવા મોરચાના હોદેદારો તથા મહિલા મોરચાના હોદેદારો તેમજ તાલુકા પંચાયતના સભ્યો સાથે નગરપાલિકાના સભ્યો ના નેતૃત્વમાં કોંગ્રેસના રાહુલ ગાંધીના પોસ્ટર ઉપરના ફોટા ને લાતો મારી સાથે પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ પાર્ટી હાય હોય અને રાહુલ ગાંધી હાય હાય જેવા નારા લગાવવામાં આવ્યા હતા.








