BHUJGUJARATKUTCH

ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ તેમજ મહિલા પાંખના સંયુક્ત ઉપક્રમે બોર્ડના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સહ શુભેચ્છા સમારોહ યોજાયો.

સમરસતાના ભાવ સાથે સરહદી વિસ્તારના વિદ્યાર્થીઓ પણ કાર્યક્રમમાં જોડાયા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ, તા. ૨૩ ફેબ્રુઆરી :  ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ તથા મહિલા પાંખના સંયુક્ત ઉપક્રમે ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે “તણાવમુક્ત અને પ્રસન્નતાયુક્ત બોર્ડ પરીક્ષા કેવી રીતે આપી શકાય?” એ વિષયક માર્ગદર્શન સહ શુભેચ્છા સમારોહ સમસ્ત બ્રહ્મસમાજ છાત્રાલય, ભુજ ખાતે યોજાયો. બ્રહ્મસમાજે ‘સ્વ’ નહીં પરંતુ ‘સર્વ’ના વિચાર સાથે સમરસતાના ભાવથી સેવા સાધના છાત્રાલયમાં નિવાસ કરતા સરહદી વિસ્તારના વિદ્યાર્થીઓને પણ આ કાર્યક્રમમાં આત્મીયતાપૂર્વક જોડ્યા હતા.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી કરવામાં આવી. ભુજ તાલુકા બ્રહ્મસમાજ મહામંત્રી રીટાબેન ભટ્ટ દ્વારા એડવોકેટ વસંતભાઈ અજાણી, બ્રહ્મસમાજ યુવા પાંખ પ્રમુખ અનિકભાઈ જોષી, મહિલા પાંખ પ્રમુખ ભક્તિબેન જોષી તથા અન્ય આગેવાનોનું પુસ્તક અર્પણ કરી શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું.ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ રવિભાઈ ત્રવાડીએ વિદ્યાર્થીઓને હકારાત્મક અભિગમ સાથે તણાવમુક્ત રહી બોર્ડ પરીક્ષા આપવા પ્રેરણા આપી શુભકામનાઓ પાઠવી. મુખ્ય વક્તા ડૉ. પૂજાબેન કેવડિયાએ પરીક્ષા પૂર્વે તથા પરીક્ષા દરમ્યાન મનોબળ જાળવવાની રીતો, કૌશલ્યવિકાસ પર ભાર, યોગ્ય આયોજન, આત્મવિશ્વાસ વધારવા તથા ઉત્તમ પ્રદર્શન માટેના માર્ગદર્શક મુદ્દાઓ રજૂ કર્યા. તેમણે વિદ્યાર્થીઓને એકાગ્રતા અને શાંતિપૂર્ણ મનોદશા સાથે પરીક્ષા આપવાની સલાહ આપી. અનિરુદ્ધભાઈ દવેના પૂર્વ પશ્ચિમ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા અભિવાદન કાર્યક્રમમાં દિલીપભાઈ ત્રિવેદી દ્વારા મળેલ રૂપિયા ૧૧૦૦૦ રવિભાઈના પ્રયત્નથી મહિલા પાંખને શૈક્ષણિક કીટ વિતરણ માટે આપવામાં આવેલ જેનો ઉપયોગ આજે તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં કરવામાં આવેલ હતો  ભાવનાબેન પ્રવીણ ભાઈ જોશીના પ્રયત્નથી પાઉભાજીનું અનુદાન મળેલ હતુ.ભોજન વ્યવસ્થામાં શરદભાઈ ઠાકર, અશ્વિનભાઈ પંડ્યા, નિલય ત્રિવેદી તેમજ પ્રકાશભાઈ ઉગાણીનો સહયોગ મળેલ હતો.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ તથા મહિલા પાંખના કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનુ સંકલન રીટાબેન ભટ્ટ, ડૉ. તેજશભાઈ પાઠક અને અલ્પેશભાઈ જાનીએ કરેલ હતું.

Back to top button
error: Content is protected !!