GUJARATKUTCHMANDAVI

બિદડા ના શખ્સ ને છરી સાથે ઝડપી પાડતી કોડાય પોલીસ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૨૪ ફેબ્રુઆરી : બિદડા આઉટ પોસ્ટ વિસ્તારમાં પોલીસ સ્ટાફના માણસો જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટરશ્રી,કચ્છ-ભુજનાઓ દ્વારા પ્રસિધ્ધ કરેલ હથિયારબંધી અંગેના જાહેરનામાની અમલવારી કરાવવાની કામગીરી માટે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઈ પ્રવીણભાઈ પરમાર નાઓને બાતમી હકીકત મળેલ કે બિદડા ગામે હાઈવે રોડ ઉપર નાની ખાખર ગામ તરફ રોડ ઉપર આવેલ મહાદેવ મસાલા ભંડાર નામની દુકાન આગળ જગદીશ કિશોરભાઈ સંઘાર રહે, બિદડા વાળો પોતાની ભેઠમાં ધારદાર છરી લઇને કોઇ કોગ્નીઝેબલ ગુનો કરવાની ફિરાકમાં હોવાની બાતમી મળતા મજકુર ઇશમને પકડી પાડી જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટર, કચ્છ-ભુજનાઓ દ્વારા પ્રસિધ્ધ હથિયારબંધી અંગેના જાહેરનામાનો ભંગ કરેલ હોઇ જે બનાવ અંગે સરકાર તરફે કોડાય પો.સ્ટે જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબની ફરીયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

Back to top button
error: Content is protected !!