કોંગ્રેસની દેશ વિરોધી માનસિકતા સામે જીલ્લા ભાજપ મહિલા મોરચાના દ્વારા ભારે સુત્રોચ્ચાર સાથે ધરણાં પ્રદર્શન યોજાયું.

તારીખ ૨૪/૦૨/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
ભારતીય જનતા પાર્ટી પંચમહાલ જીલ્લા મહિલા મોરચા દ્વારા દિલ્હી ખાતે આયોજીત AI સમિટમાં કોંગ્રેસ યુથ અને રાહુલ ગાંધી દ્વારા દેશને હાસ્યાસ્પદ કહેવાની ઘટના અને દેશ વિરોધી માનસિકતા ફરીથી સાબીત કરી દેશનું અપમાન કરવા બાબતે કાલોલ તિરંગા સર્કલ સામે ધારણા પ્રદર્શન અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જીલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય જીલ્લા મહિલા મોરચાના મહામંત્રી ભારતીબેન પટેલ અને મહિલા મોરચાના ઉપપ્રમુખ રશ્મિકાબેન પટેલ,કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ,કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ સવિતાબેન રાઠવા,કાલોલ તાલુકા મહિલા મોરચાના પ્રમુખ ચેતનાબેન ઠાકોર, નગર તેમજ તાલુકા ભાજપ મંડળના પદાધિકારીઓ અને જિલ્લા પંચાયતના સદસ્ય તાલુકા પંચાયતના સદસ્ય નગરપાલિકાના સદસ્ય સહિત જિલ્લા અને તાલુકા અને શહેર ભાજપ સંગઠનની મહિલા મોરચાની બહેનો ચૂંટાયેલી બહેનો તથા સંગઠનના નગર/તાલુકા મંડળના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તા સાથે બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.









