CHOTILAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલા પ્રાંત અધિકારીની કચેરી ખાતે ભીમગઢના ખેડૂત દ્વારા પ્રાકૃતિક શાકભાજીનો સ્ટોલ શરૂ કર્યો.

તા.24/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે ચોટીલા વહીવટી તંત્ર દ્વારા એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે ચોટીલા સબ ડિવિઝન હેઠળના ભીમગઢ ગામના પ્રગતિશીલ ખેડૂત મનસુખભાઈ દેવશીભાઈ ગોહિલ જેઓ સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરે છે તેમને પ્રોત્સાહિત કરવા માટે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ મહત્વનો નિર્ણય લીધો હતો આ અંતર્ગત નાયબ કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો વેચવા માટેના સ્ટોલનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ સ્ટોલ અઠવાડિયામાં બે વાર, એટલે કે દર સોમવારે અને શુક્રવારે કાર્યરત રહેશે જેમાં મનસુખભાઈ દ્વારા રાસાયણિક ખાતર વગર પકવવામાં આવેલા ટમેટા, ડુંગળી, લસણ, સરગવો, વાલોળ જેવા લીલા શાકભાજી ઉપરાંત ચણા, મગફળી, રાય, જીરું, ધાણા, ઘઉં અને બાજરી જેવી વસ્તુઓ પણ વેચાણ માટે ઉપલબ્ધ રહેશે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ અગાઉ આ અંગે ખેડૂતને ખાતરી આપી હતી જેનો મુખ્ય હેતુ અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળે અને લોકોને ઝેરમુક્ત શુદ્ધ આહાર મળી રહે તેવો છે આ સ્ટોલનો લાભ કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ તાલુકાના નાગરિકો અને નેશનલ હાઈવે પરથી પસાર થતા મુસાફરો પણ લઈ શકશે આ પહેલથી સ્થાનિક ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે અને પ્રાકૃતિક ખેતી કરતા અન્ય ખેડૂતોને પણ સીધું બજાર મળવાની આશા જાગી છે.

Back to top button
error: Content is protected !!