સુરેન્દ્રનગર જિલ્લામાં બાકી વીજ બિલ ધારકો સામે કડક પગલાં ભરવાની શરૂઆત કરી દેવામાં આવી
જિલ્લાના 87995 ગ્રાહકોના વીજ બિલ બાકી, 151 કરોડની ઉઘરાણી બાકી

તા.25/02/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
જિલ્લાના 87995 ગ્રાહકોના વીજ બિલ બાકી, 151 કરોડની ઉઘરાણી બાકી, સુરેન્દ્રનગર જિલ્લાનો વીજલોસ ગુજરાત રાજ્યની અન્ય પીજીવીસીએલ કચેરી કરતા સૌથી વધુ છે ત્યારે હવે વીજ લોસ ઘટાડવા માટેના પ્રયાસો તંત્રની ટીમો દ્વારા શરૂ કરવામાં આવ્યા છે જેમાં પીજીવીસીએલ વિભાગ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં બાકી વીજ બિલો ઉઘરાણીની શરૂઆત કરવામાં આવી રહી છે અને વીજ ચોરી ઉપર દરોડા પાડી દંડ ફટકારી અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે જેમાં સુરેન્દ્રનગરનો વીજલોસ 25% થી વધારે છે ત્યારે હવે આ અંગે વીજ કનેક્શન ધરાવતા હોય અને વીજ બીલ ન ભરતા હોય તેવા કનેક્શન ધારકો સામે હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેમાં સુરેન્દ્રનગરના કુલ 87,995 જેટલા વીજ કનેક્શન ધારકો દ્વારા વીજળીનો ઉપયોગ તો કરવામાં આવે છે પરંતુ તેના બિલ ભરપાઈ કરવામાં આવતા નથી ત્યારે હવે આવા કનેક્શનનો કાપવા અંગેની શરૂઆત સુરેન્દ્રનગર જિલ્લામાં કરી દેવામાં આવી છે વીજબિલ નહીં ભરવા બદલ વીજ કનેક્શન કાપી નાખવાની તજવીજ શરૂ કરવામાં આવી છે સુરેન્દ્રનગર પીજીવીસીએલ વિભાગની અલગ અલગ ટીમોને કામે લગાવવામાં આવી છે જેમાં 542 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની ટીમો વીજ બિલ બાકી હોય તેમના ઘરે અથવા ખેતીલાયક વીજ જોડાણ હોય તો તેમના ખેતરે જઈ અને કનેક્શનનો કાપવા અંગેની શરૂઆત કરી દેવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને અન્ય પાંચ નગરપાલિકાઓનું પણ 99.40 કરોડ રૂપિયાનું વીજબીલ બાકી છે સરકારી કચેરીઓ પણ હવે વિજબીલ ભરપાઈ દૂર રહી છે ત્યારે સરકારી કચેરીઓ અને નગરપાલિકાના બાકી વીજ બીલ બાકી બદલ તેમના ઉપર પણ કાર્યવાહી કરવા ની માંગ પણ ઉઠી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ વઢવાણ તાલુકામાં 22,935 વીજ ધારકોએ બિલ જ નથી ભર્યા બીજી તરફ અન્ય 10 તાલુકાઓમાં પણ કુલ 87,995 વીજ કનેક્શન ધારકોએ વીજબિલ ના ભરતા હવે તેમના કનેક્શન કાપી નાખવા માટે તંત્રએ કામગીરી હાથ ધરી છે.




