સુરેન્દ્રનગર મનપાના વેરા વિભાગ દ્વારા વેરા બાકીદારો સામે કાર્યવાહી હાથ ધરી

તા.25/02/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના વેરા વિભાગ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં વેરા બાકીદારો સામે વેરા વસુલાત તથા મિલકત સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ કાર્યવાહી દરમ્યાન મિલકત વેરો ભરપાઈ ન કરવા બદલ પટેલ વિપુલભાઈ તથા અન્ય (હાલ સિગ્નેચર રેસ્ટોરન્ટ) ડ્રીમ ૨ ફ્લેટની સામે, બીજો માળ, દુકાન નં. ૧, સુરેન્દ્રનગર પાસે – બાકી રકમ: રૂ. ૪,૩૪,૦૭૨ તથા સર્વોદય સોસાયટી કો. ઓ. હા. સોસાયટી – સર્વોદય સોસાયટી, સુરેન્દ્રનગર પાસે – બાકી રકમ: રૂ. ૨,૨૧,૩૬૦ ની મિલકતોને સીલ કરવામાં આવી છે આ ઉપરાંત, સીલ કરવાની કાર્યવાહી દરમ્યાન નટ આયાન ઇન્ડસ્ટ્રીઝ – બાકી રૂ. ૨,૪૩,૨૧૯ (સંપૂર્ણ ભરપાઈ), હર્ષદભાઈ જોશી ગેસ્ટ હાઉસ (હાલ ડૉ. પરિમલ દોશી) – બાકી રૂ. ૩,૪૫,૧૮૭ (સંપૂર્ણ ભરપાઈ), ભગીનીબેન ગુણવંતરાય – બાકી રૂ. ૧,૦૬,૩૭૬ (સંપૂર્ણ ભરપાઈ), ખંભલા નિલેશભાઈ મોહનલાલ – બાકી રૂ. ૬૪,૨૫૬ (સંપૂર્ણ ભરપાઈ)ની વસુલાત કરવામાં આવી છે આ ઉપરાંત વેરા વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ જે વેરા બાકીદારોએ હજુ સુધી વેરો ભરપાઈ કર્યો નથી તેમની મિલકતોને સીલ કરીને વેરા વસુલાતની કાર્યવાહી નિયમિત રીતે હાથ ધરવામાં આવશે.




