ઝાલાવાડમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે નગારે ઘા ચૂંટણી અધીકારી જાહેર
મનપામાં વોર્ડ નં. 1થી 7ના ચૂંટણી અધિકારી વઢવાણ નાયબ કલેકટર અને વોર્ડ નં. 8થી 13ની જવાબદારી નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી

તા.26/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
મનપામાં વોર્ડ નં. 1થી 7ના ચૂંટણી અધિકારી વઢવાણ નાયબ કલેકટર અને વોર્ડ નં. 8થી 13ની જવાબદારી નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી, સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાર યાદી સુધારણાની કામગીરી પુરી થતા હવે સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજય ચૂંટણી આયોગે તા. 24મીના રોજ મોડી સાંજે રાજયની 15 મહાનગર પાલીકાના ચૂંટણી અધીકારીઓની નીમણુંક કરી છે જેમાં સુરેન્દ્રનગર મહાનગરપાલીકાના 13 વોર્ડમાંથી 1 થી 7 માટે નાયબ કલેકટર વઢવાણ અને 8 થી 13 માટે નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકનને જવાબદારી સોંપાઈ છે સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજયમાં તાજેતરમાં SIRની કામગીરી પુરી થઈ છે અને આખરી મતદારયાદી પ્રસીધ્ધ થઈ ચુકી છે ત્યારે હવે સ્થાનીક સ્વરાજયની ચૂંટણી યોજવાનો માર્ગ મોકળો થયો છે સમગ્ર રાજયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલીકા અને નગરપાલીકાની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે જેમાં ઝાલાવાડમાં પણ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત, સુરેન્દ્રનગર મહાનગરપાલીકા અને ધ્રાંગધ્રા, ચોટીલા, પાટડી નગરપાલીકાની ચૂંટણી આવનાર છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી વિભાગ પણ તેની તૈયારીઓમાં લાગી ગયુ છે થોડા દિવસો પહેલા જ મતદાનમાં ઉપયોગમાં લેવાનાર ઈવીએમનું એફએલસી કરાયુ હતુ ત્યારે તા. 24ના રોજ મોડી સાંજે રાજય ચૂંટણી આયોગે રાજયની 15 મહાનગરપાલીકાના ચૂંટણી અધીકારીઓની જાહેરાત કરી છે જેમાં સુરેન્દ્રનગર મહાનગરપાલીકાના 13 વોર્ડ આવેલા છે જેમાં 1 થી 7 માટે વઢવાણ નાયબ કલેકટર એમ.જે.ભરવાડ અને 8થી 13 માટે નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી અને મુલ્યાંકન પ્રીતીબેન પટેલને ચૂંટણી અધીકારી બનાવાયા છે.




