GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં PGVCL ની 257 ટીમો પોલીસ પ્રોટેકશન સાથે કરી કાર્યવાહી

1031 જેટલા વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા, 4.51 કરોડની રિકવરી કરવામાં આવી

તા.26/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

1031 જેટલા વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા, 4.51 કરોડની રિકવરી કરવામાં આવી, સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 87,995 જેટલા ગ્રાહકોના વીજબિલ બાકી છે જેની સામે સુરેન્દ્રનગર જિલ્લાનો વીજ લોસ પણ 25% અને બહાર પહોંચી ગયો છે ત્યારે 151 કરોડ રૂપિયાનું વીજ બિલની ઉઘરાણી કરવા માટે આજે સુરેન્દ્રનગર પીજીવીસીએલ વિભાગની ટીમ દ્વારા કવાયએસ શરૂ કરવામાં આવી હતી જેમાં સુરેન્દ્રનગર પીજીવીસીએલ વિભાગની 257 જેટલી ટીમોને કામે લગાવી અને આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકાઓમાં પીજીવીસીએલ વિભાગની ટીમ દ્વારા વીજબિલ નહીં ભરતા એકમોના વીજ કનેક્શન કાપવા અંગેની કવાયત શરૂ કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 151 કરોડ રૂપિયાનો વીજ બિલ ભરવાનું બાકી છે ત્યારે તેની ઉઘરાણી માટે હવે આકરા પગલા વીજ વિભાગ દ્વારા ભરવામાં આવી રહ્યા છે ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં 257 જેટલી ટીમો દ્વારા વીજબિલની ચુકવણી ન કરતા 1031 જેટલા 20 કનેક્શનનો પ્રથમ દિવસે કાપી નાખવામાં આવ્યા છે જેમાં 1.37 કરોડ રૂપિયાની રકમની ઉઘરાણી કરવા ગયેલી ટીમને રકમ ન આપતા અંતે આ પ્રકારનો પગલું ભરવામાં આવ્યું છે બીજી તરફ સુરેન્દ્રનગરની પીજીવીસીએલ વિભાગની ટીમ દ્વારા ડ્રાઇવના પ્રથમ દિવસે 4.51 કરોડ રૂપિયાની આવક કરવામાં આવી છે અને વસુલાત કરી અને રિકવરી કરવામાં આવી છે સામે લેટ બીલ ભરવા બદલ દંડ પણ ફટકારવામાં આવ્યો છે વર્ષો પછી આ પ્રકારના આંકરા પગલાઓ ભરવામાં આવ્યા બાદ બાકી વીજ બિલ ધરાવતા ગ્રાહકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે જોકે આ અંગે 10 તાલુકામાં વીજ વિભાગની ટીમોને કામે લગાવી અને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વીજ કનેક્શનનો સુરેન્દ્રનગર પીજીવીસીએલ વિભાગ દ્વારા આજથી ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે બાકી વિજબીલ ન ભરનારા વીજ ધારકો સામે પણ પગલાં ભરવામાં આવ્યા છે જેમાં ના ભરતા તત્વોના મીટર જપ્ત કરવામાં આવ્યા હતા પરંતુ બીજી તરફ સુરેન્દ્રનગર પીજીવીસીએલ વિભાગ દ્વારા કોઈપણ પ્રકારના જૂના મીટરની સ્ટોપ ઉપલબ્ધના હોવાના કારણે ફરજિયાત નવા મીટર લગાવવા માટે ની સૂચના આપવામાં આવી છે જો બિલ નહિ ભર્યા હોય અને મીટર જપ્ત થાય છે અને ત્યારબાદ જો નવું મીટર લગાવવાનું થશે તો ફરજિયાત સ્માર્ટ મીટર જ લાગશે તે પ્રકારનું અધિકારીઓ દ્વારા નિર્ણય કરવામાં આવ્યા છે અને ગ્રાહકો એ પણ સ્માર્ટ મીટર જ નખાવા પડશે તે પ્રકારનો હાલ નિર્ણય કરવામાં આવ્યો છે કાપી નાખવામાં આવતા દુકાનો મકાનો કારખાનાઓમાં પણ અંધારપટ સર્જાઈ જવા પામ્યો છે.

Back to top button
error: Content is protected !!