BHUJGUJARATKUTCH

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ દ્વારા બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને મીઠું મોઢુ કરાવી શુભકામનાઓ પાઠવાઇ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૨૬ ફેબ્રુઆરી : SSC-HSC બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે શ્રી સ્વામીનારાયણ વિધાલય, ભુજ ખાતે પરીક્ષાર્થીઓ માટે બોર્ડ પરીક્ષા શુભેચ્છાઓનુ વિશેષ આયોજન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ દ્વારા કરવામાં આવેલ હતું.એચ.એસ.સી. પરીક્ષાર્થીઓને સરકારી માધ્યમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત અધ્યક્ષ નયનભાઈ વાંઝા,સૌરાષ્ટ્ર સંભાગ સંગઠન મંત્રી રમેશભાઈ ગાગલ,માધ્યમિક સરકારી જિલ્લા અધ્યક્ષ શૈલેન્દ્રસિંહ જાડેજા, ગ્રાન્ટેડ માધ્યમિક વરિષ્ઠ ઉપાધ્યક્ષ ચેતનભાઇ લાખાણી,પ્રાથમિક સંવર્ગ જિલ્લા વરિષ્ઠ ઉપાધ્યક્ષ બળવંતભાઈ છાંગા એ ૩૦૦ જેટલા પરીક્ષાર્થીઓને મીઠું મોઢું કરાવી, કલમ આપી પ્રસન્નતા યુક્ત ઉતમ પરીક્ષાઓ અને શ્રેષ્ઠ પરિણામોની શુભકામનાઓ પાઠવેલ હતી. આ કાર્યક્રમ માટે કલમ અને ચોકલેટનો સહયોગ નયનભાઈ વાંઝા તરફથી મળેલ હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી સ્વામીનારાયણ વિધાલયના આચાર્ય શ્રી સુરેશભાઇ પટેલ તેમજ સમગ્ર સ્ટાફનો ખાસ સાથ સહકાર પ્રાપ્ત થયેલ હતો. જ્યારે કે.કે.એમ.એસ અંજાર ખાતે એસ.એસ.સી. પરીક્ષાર્થીઓને અંજાર નગર અને તાલુકા ટીમ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.આચાર્યશ્રી વિપુલગીરી ગોસ્વામીનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો.આ તકે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જિલ્લા કોષાધ્યક્ષ કાંતિભાઈ રોઝ,અંજાર નગર અધ્યક્ષ ડૉ. કૈલાશબેન કાંઠેચા,મહામંત્રી મનોજભાઈ પાલેકર, તાલુકા મહામંત્રી પીયૂષભાઈ ડાંગર,હસમુખભાઈ પરમાર અને જીજ્ઞાસા બેન વાઢેર સહભાગી થયા હતા તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ તરુણભાઈ શાહની યાદીમાં જણાવાયું હતું.

Back to top button
error: Content is protected !!