GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ બસ સ્ટેશન પાસે એસટી બસના ચાલકે રોડ ક્રોસ કરતી વૃદ્ધાને ટક્કર મારી ઈજાઓ પહોંચાડતા ફરિયાદ.

 

તારીખ ૨૮/૦૨/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ઈન્દોર ખાતે રહેતા મમતા વિનય વરમંડલ દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ મુજબ ગત મંગળવારે તેઓની માતા અનોપી હરિપ્રસાદ ભોરગા ને તાજપુરા મુકામે આંખનું ઓપરેશન કરાવી રાત્રિના સમયે કાલોલ બસ સ્ટેશન પાસે શકતી પેટ્રોલ પંપ પાસે રોડ ક્રોસ કરતા હતા ત્યારે ગોધરા તરફથી એસટી બસ નંબર જીજે ૧૮ ઝેડ ૮૮૬૮ ના ચાલકે પોતાની બસ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી અનોપી હરિપ્રસાદ ભોરગા ઉ. વ.૭૦ ને ટકકર મારતા તેઓ રોડ ઉપર પડી ગયા હતા અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડતા ૧૦૮ મારફતે કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી ગોધરા સીવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે અંગેની ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોંધાવતા પોલીસે એસટી બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!