KALOL(Panchamahal)PANCHMAHAL

નાની વયે પરમાત્મા પ્રત્યેની દૃઢ આસ્થા સાથે અનોખો સંદેશઃ કાલોલના છ વર્ષના અહદખાન નો પહેલો રોઝો.

 

તારીખ ૨૮/૦૨/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેરના રફાઇ ચોક ખાતે રહેતા પઠાણ અક્રરમખાન મુસ્તફાખાન (ચાવુસ) ના છ વર્ષના બાળક અહદખાન એ પવિત્ર રમઝાન મહિનામાં પોતાના જીવનનો પહેલો રોઝો રાખી ખુદાની ઇબાદત કરી અનોખો સંદેશ આપ્યો છે. નાની ઉંમરમાં ધાર્મિક ભાવના અને સંકલ્પ દર્શાવતાં તેમના આ પ્રયત્નને પરિવારજનો અને સ્થાનિક સમાજ દ્વારા પ્રશંસા મળી રહી છે. હાલ મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. આ મહિનામાં રોઝા રાખી અલ્લાહની બંદગી અદા કરવામાં આવે છે. દીવસે ભારી ગરમી હોવા છતાં લોકો શ્રદ્ધાપૂર્વક રોઝા પાળી રહ્યા છે. એ જ રીતે કાલોલ નગર ખાતે રહેતા પીતા પઠાણ અક્રરમખાન અને માતા રહેનૂમાબાનુ ના છ વર્ષીય દીકરો અહદખાન એ પણ પોતાના જીવનનો પહેલો રોઝો રાખ્યો હતો જ્યાં રોઝા પૂર્ણ કર્યા બાદ પરિવારમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. નાની વયે ધાર્મિક સંસ્કાર અને આસ્થા પ્રત્યેનો આ ઉત્સાહ સમાજ માટે પ્રેરણારૂપ બન્યો છે.

Back to top button
error: Content is protected !!