GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ભાદરોલી ખુર્દ ગામે સરકારી પાણીનો બોર મુકવા બાબતે મારા મારી થતા વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.

 

તારીખ ૦૧/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ભાદરોલી ખુર્દ ગામે સરકારી પાણીનો બોર મુકવા બાબતે મારા મારી થતા વેજલપુર પોલીસ મથકે ફરિયાદ ફરીયાદી જયદિપસિંહ અજબસિંહ પરમાર ફળિયામાં સરકારી પાણીનો બોર આવતા બોર કરવાની ગાડીઓ ભારમલસિંહ લક્ષ્મણસિંહ પરમારના ઘરની સામે રસ્તા ઉપર ઉભી રખાવેલ તે વખતે આરોપી મહેશસિંહ ઉર્ફે જાડો રમણસિંહ પરમાર એ પાણીનો બોર બનાવવાની ના પાડતાં ફરીયાદી જયદિપસિંહ અજબસિંહ પરમાર આરોપી મહેશસિંહ ઉર્ફે જાડો રમણસિંહ પરમાર ને સમજાવા જતા આરોપી ગાળો બોલી કહેતો હતો કે પાણીનો બોર તમારી બાજુ મુકવા નહિ દવ તમારા થી થાય તે કરી લો તેમ કહી આરોપી ઉશ્કેરાઇ જઇ બઘાને મા-બેન સમાણી ગાળો બોલી તેઓના હાથમાંની લાકડી ફરિયાદી ના નાના ભાઇ સંજયને ડાબા ખભા ઉપર તથા જમણા હાથના બાવડા ઉપર મારી દીધેલ તે વખતે ફરિયાદી ની માતા વીણાબેન છોડાવવા વચ્ચે પડતા તેઓને પણ શરીરે પીઠના ભાગે તથા કમરના ભાગે લાકડી મારી દીધેલ અને તેની વધારે બુમાબુમ થતાં ફરિયાદી મોટા કાકા તખતસિંહ કાભસિંહ પરમારનાઓ છોડાવવા વચ્ચે પડતાં તેઓને પણ આ મહેશસિંહ નાએ તેના હાથમાંની લાકડી શરીરે હાથે પગે અને કાનમાં લાકડી મારતા ઇજા કરી ફરીયાદી સહિત તમામ ને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી જાહેરનામાનો ભંગ કરતા વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વેજલપુર પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી.

Back to top button
error: Content is protected !!