GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાયો.

 

તારીખ ૦૧/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી .વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રતિ આકર્ષિત તેમજ પ્રોત્સાહિત કરવા અને સામાન્ય જનતાને વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સિદ્ધિઓ પ્રતિ સજાગ રાખવાનો મુખ્ય હેતુ શાળાના આચાર્ય દિનેશભાઇ પ્રજાપતિ દ્વારા સમજાવવામાં આવ્યો .૨૮ફેબ્રુઆરીના દિવસે સર સી .વી .રામન દ્વારા પોતાની શોધની જાહેરાત કરવામાં આવી હતી .આ શોધ માટે તેમને વર્ષ ૧૯૩૦માં નોબલ પારિતોષિક આપવામાં આવ્યો હતો .શાળાના શિક્ષકો દ્વારા વિવિધ વિજ્ઞાનની શોધો,વૈજ્ઞાનિકોના જીવન ચરિત્ર વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા .શાળામાં વિવિધ વૈજ્ઞાનિકો અને તેમની શોધો તેમજ વિજ્ઞાનને લગતા વિવિધ પ્રયોગો ,વિશેષતાઓ આધારિત વિજ્ઞાન કવીઝ ,બાળ વૈજ્ઞાનિક ચિત્રકામનું વિદ્યાર્થીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યા હતું .ઉત્સાહપૂર્વક રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનું આયોજન કરવા બદલ શાળાના આચાર્ય દ્વારા શાળા પરિવારને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Check Also
Close
Back to top button
error: Content is protected !!