GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ રોડ પર કારના બોનેટ પર બેસી રીલ બનાવનાર યુવકોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું.

તા.05/03/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે જોખમી સ્ટંટ કરી રીલ્સ બનાવવાનો ક્રેઝ આજકાલ યુવાનોમાં વધી રહ્યો છે પરંતુ સુરેન્દ્રનગરના ત્રણ મિત્રોને આવો જ એક સ્ટંટ કરવો મોંઘો પડ્યો છે રિવરફ્રન્ટ પર ચાલુ કારે બોનેટ પર બેસીને વીડિયો બનાવનાર ત્રણ યુવકો સામે બી ડિવિઝન પોલીસે લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની વિગતે વાત કરીએ તો એમ.પી. શાહ આર્ટ્સ કોલેજના ઢાળ પાસે રિવરફ્રન્ટ વિસ્તારમાં બની હતી વઢવાણના ઉપાસના સર્કલ પાસે રહેતા નટુભાઈ બચુભાઈ દેથરીયા અને તેમના બે મિત્રોએ GJ 09 BD 4457 નંબરની અલ્ટો કાર સાથે જોખમી રીતે વીડિયો બનાવ્યો હતો યુવકો જાહેર માર્ગ પર કારના બોનેટ પર બેસી ગયા હતા અને ચાલુ ગાડીએ રીલ બનાવીને રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકોમાં ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડતા હોવાની ચર્ચા જાગી હતી વાયરલ વીડિયો સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસના ધ્યાને આવતા પીઆઈ સહિતના સ્ટાફે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી પોલીસે કારના નંબરના આધારે ત્રણેય યુવકોને શોધી કાઢ્યા હતા અને તેમને પોલીસ સ્ટેશન લાવી ધોરણસરની કાર્યવાહી કરી હતી પોલીસે આ રીતે જાહેર માર્ગ પર લોકોનો જીવ જોખમમાં મૂકતા સ્ટંટબાજોને કાયદાનું ભાન કરાવ્યું હતું ટ્રાફિક પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવા માટે પોતાના કે અન્યના જીવને જોખમમાં મૂકતા સ્ટંટ કરવા નહીં અન્યથા કડક પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!