સુરેન્દ્રનગર મનપા દ્વારા વિશ્વ કર્ણ દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર શહેરમાં જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગરમાં ૧૦૦૧ લાભાર્થીઓને લાભ અને જાગૃતિ અભિયાન

તા.04/03/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં ૧૦૦૧ લાભાર્થીઓને લાભ અને જાગૃતિ અભિયાન, સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ કર્ણ દિવસ ૨૦૨૬ ના અવસર પર તમામ AAM UHSC અને AAM UHC (કુલ ૧૮ સ્થળો) ખાતે વિશેષ સમર્પિત આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ (OPD) યોજવામાં આવ્યું હતું આ OPD OEEE (Open Ear and Ear Infection and Others) કાર્યક્રમના ભાગરૂપે આયોજિત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન જાહેર જનતાને કાનની સંભાળ, બહેરાશની રોકથામ, વહેલી ઓળખ, સમયસર સારવાર તથા અતિશય અવાજ, ચેપ અને અન્ય કારણો વિશે વિસ્તૃત જાગૃતિ અને શિક્ષણ આપવામાં આવ્યું હતું આ અભિયાનથી કુલ ૧૦૦૧ લાભાર્થીઓને સીધો લાભ મળ્યો છે સુરેન્દ્રનગર મહાનગર પાલિકા આરોગ્ય વિભાગ નાગરિકોના આરોગ્ય પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી રહ્યું છે અને આવા કાર્યક્રમો દ્વારા વધુને વધુ લોકો સુધી જાગૃતિ ફેલાવવાના પ્રયાસો ચાલુ રાખશે આવો આપણે સૌ મળીને કાન અને સાંભળવાની સંભાળને પ્રાથમિકતા આપીએ, ખાસ કરીને બાળકોના વિકાસ અને શિક્ષણ માટે તેને સુરક્ષિત રાખીએ. સ્વસ્થ સાંભળવાનો અધિકાર દરેકનો છે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા દર વર્ષે ૩ માર્ચે વિશ્વ કર્ણ દિવસ (World Hearing Day) ની ઉજવણી કરવામાં આવે છે આ વૈશ્વિક અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય બહેરાશ અને કાનની સમસ્યાઓની રોકથામ તેમજ કાન અને સાંભળવાની સંભાળને પ્રોત્સાહન આપવાનો છે આ વર્ષે (૨૦૨૬) વિશ્વ કર્ણ દિવસની થીમ From communities to classrooms: hearing care for all children (સમુદાયથી શાળા સુધી: બધા બાળકો માટે સાંભળવાની સંભાળ) છે આ થીમ હેઠળ બાળકોમાં ટાળી શકાય તેવી બહેરાશની રોકથામ અને કાન/સાંભળવાની સમસ્યાઓની વહેલી ઓળખ તથા સારવાર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. સમુદાય અને શાળાઓને બાળકો, માતા-પિતા તથા શિક્ષકો સુધી પહોંચવાના કુદરતી માધ્યમ તરીકે ઓળખીને, શાળા આરોગ્ય અને બાળ આરોગ્ય કાર્યક્રમોમાં સાંભળવાની સંભાળને સમાવેશ કરવાની જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે વિશ્વ ભરમાં ૫થી ૧૯ વર્ષની વયના આશરે ૯૦ મિલિયન બાળકો બહેરાશ સાથે જીવે છે અને ૬૦%થી વધુ બાળકોની બહેરાશ સરળ, ખર્ચ-અસરકારક જાહેર આરોગ્ય પગલાંઓ દ્વારા રોકી શકાય છે.



