વલ્લભકુળ પરિવાર ની હાજરીમા કાલોલ વૈષ્ણવ સમાજ દ્વારા એનએમજી હોસ્પિટલ ચોકમા ભવ્યાતિભવ્ય ફુલફાગ રસીયા સંપન્ન.

તારીખ ૦૫/૦૩/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પુષ્ટિભકિતમાં અનન્ય માહાત્મય ધરાવતા ફૂલફાગ હોળી રસીયા મહોત્સવની કાલોલના વૈષ્ણવ સમાજ દ્વારા એનએમજી હોસ્પિટલ ચોક આંગણે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ખાતે પુષ્ટિ ભકિત પ્રેરક પૂ. પા. ગો. 108 શ્રી રવિકુમારજી મહારાજશ્રી (મથુરા-કાંકરોલી-વડોદરા-ભરૂચ) , અ . સૌ શ્રીયાંગના વહુજી મહારાજ , ચી.પૂ પા.ગૌ ૧૦૮ શ્રી મધુરમકુમાર મહોદય (વ્રજપાલ લાલજી) અ. સૌ. વૃજાંગના વહુજી સમેત વલ્લભકુળ પરીવારની મંગલ ઉપસ્થિતીમાં વૈષ્ણવ સમાજ આયોજીત ફૂલફાગ મનોરથમાં કાલોલ નગર સહિત આસપાસના અંદાજે ૨૦૦૦ જેટલા વૈષ્ણવ ખેલૈયાઓ સ્વયંભૂ ઉમટી પડતા મનોરથ સ્થળે વ્રજભૂમિ જેવો અલૌકિક માહોલ સર્જાયો હતો. કાલોલ વૈષ્ણવ સમાજ અને ખાસ કરીને યુવા વૈષ્ણવો ઘ્વારા મનોરથની જાજવલ્યમાન ઉજવણીના ઉપલક્ષમાં પાછલા કેટલાક દિવસોથી ચાલતી તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આજે વહેલી સવારથી જ કાલોલ અને આસપાસના વૈષ્ણવો આગમન થતાં કાલોલ વૈષ્ણવ સમાજે સૌને ઉષ્માભેર આવકાર્યા હતા.આ પ્રસગે તમામ વૈષ્ણવજન કેસરી પરીધાનમાં સજ્જ રહેતા કેશૂડીયો માહોલ સર્જાર્યો હતો. જયાં સાયંકાલે વલ્વકુળ પરીવારના પ્રેરક આશિર્વચનો – ચરણ સ્પર્શ અને વૈષ્ણવાચાર્ય પુ પા ગૌ ૧૦૮ શ્રી રવીકુમાર તેમજ વહુજી મહારાજ અને વલ્લભકુલ પરીવાર ની અલૌકિક ઉપસ્થિતીમાં વૈષ્ણવ સમાજે ફૂલફાગ હોળી ખેલ અને રસીયાનો લોકિક લ્હાવો લૂટયો હતો.વલ્લભકુલ પરિવાર સાથે વૈષ્ણવોએ ફૂલો ની પાંખડીઓ થી ફુલફાગ ની ઉજવણી કરી હતી.ડેરોલ સ્ટેશન ના શ્રી કૃષ્ણ ભજન મંડળ દ્વારા રસીયા નુ ગાન કરવામાં આવ્યુ હતુ. વૈષ્ણવ સમાજ ની લાગણીને માન આપી વલ્લભકુલ પરીવાર દ્વારા પણ રસીયા ગાન કરવામાં આવ્યું હતુ.મનોરથના અંતે સમૂહ પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર ઉત્સવ કાલોલ વૈષ્ણવ સમાજના મનોરથ સ્વપે ઉજવાયો હતોફૂલફાગ મનોરથ અંતર્ગત અંદાજીત 1.5 મે.ટન ઉપરાંતના ગુલાબપર્ણો ઉપયોગમાં લેવાયા હતા જેને ચૂંટી કાઢવા મહિલા મંડળ સહિત વૈષ્ણવોએ સેવાઓ આપી હતી.







