DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદ પરેલના ત્રણ રસ્તા પાસે ક્રૂઝર ગાડીએ સાયકલ ચાલક વૃદ્ધને ટક્કર મારતા સાયકલ ચાલકનું ઘટના સ્થળે મોત

તા.૦૫.૦૩.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ નજીક પરેલના ત્રણ રસ્તા પાસે ક્રૂઝર ગાડીએ સાયકલ ચાલક વૃદ્ધને ટક્કર મારી હતી. ટક્કર બાદ આરોપી ચાલકે સાયકલ ચાલકને લગભગ અડધો કિલોમીટર સુધી ઘસેડી લઈ ગયો, જેના કારણે વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત થયું.બાદમાં પરેલના કારખાના સામે વૃદ્ધનો મૃતદેહ મળ્યો, જ્યારે સાયકલ લગભગ એક કિલોમીટર દૂર મળી આવી હતી.ઘટનાની જાણ થતા આસપાસના લોકોએ તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસ તેમજ પરિવારજનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા.મૃતકની ઓળખ દાહોદ નજીક વાંદરીયા ગામના 63 વર્ષીય ગરાસિયા મોહનભાઈ તરીકે થઈ છે.પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને ક્રૂઝર ગાડીના ચાલકને ઝડપી પાડ્યો છે.

Back to top button
error: Content is protected !!