GUJARATLIMBADISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

લીંબડીમાં માર્કેટિંગ યાર્ડ ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓની બેઠક યોજાઈ હતી

તા.06/03/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ પક્ષે લીંબડીમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સક્રિય તૈયારીઓ શરૂ કરી છે આ અંતર્ગત લીંબડી માર્કેટ યાર્ડ ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી સંગઠનને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર વિચાર વિમર્શ થયો હતો ચૂંટણી લડવા ઈચ્છુક કાર્યકરો પાસેથી દાવેદારી ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી અને ઉમેદવારી માટે ફોર્મ ભર્યા હતા સંભવિત ઉમેદવારોની પસંદગી અંગે નિરીક્ષકો અને પક્ષના હોદ્દેદારો દ્વારા ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી યોગ્ય અને જીતની ક્ષમતા ધરાવતા ઉમેદવારોને તક મળે તે માટે વિસ્તૃત ચર્ચા થઈ હતી બેઠકમાં જિલ્લા મહિલા પ્રમુખ અને નિરીક્ષક ઝરણાબેન જાની, તાલુકા કોંગ્રેસ પ્રમુખ લખધિરસિંહ અને પ્રદેશ યુથ મહામંત્રી મનસુખભાઈ કોઠારીયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આગેવાનોએ કાર્યકરોને સંબોધતા આવનારી ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવા એકજૂટ થઈને કામ કરવા જણાવ્યું હતું બેઠક દરમિયાન કાર્યકરોમાં ચૂંટણીને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો આગેવાનોએ કાર્યકરોને સંગઠન મજબૂત કરવા, લોકો વચ્ચે પક્ષની નીતિઓ પહોંચાડવા અને ચૂંટણીમાં જીત માટે સક્રિય બનવા આહ્વાન કર્યું હતું કોંગ્રેસ પક્ષે હવે ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનાત્મક પ્રવૃત્તિઓને વધુ તેજ બનાવવાની દિશામાં પ્રયાસો શરૂ કર્યા છે.

Back to top button
error: Content is protected !!