MEHSANAVIJAPUR

વિજાપુર શ્રીમતી આર.આર.એચ. પટેલ મહિલા આર્ટસ કોલેજ ખાતે કવચ સેલ દ્વારા સાઇબર ફ્રોડ જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધા યોજાઈ

વિજાપુર શ્રીમતી આર.આર.એચ. પટેલ મહિલા આર્ટસ કોલેજ ખાતે કવચ સેલ દ્વારા સાઇબર ફ્રોડ જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધા યોજાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ગુજરાત સરકાર દ્વારા રચાયેલ **‘કવચ સેલ’**ના માર્ગદર્શન હેઠળ સાઇબર ફ્રોડ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાય તે હેતુ સાથે વિજાપુરની શ્રીમતી આર.આર.એચ. પટેલ મહિલા આર્ટસ કોલેજ ખાતે સોમવારે રોજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં કુલ આઠ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધામાં વિદ્યાર્થીનીઓએ સાઇબર ક્રાઈમ અને ઓનલાઇન ઠગાઈથી બચવા અંગે જાગૃતિ ફેલાવતા સર્જનાત્મક ચિત્રો રજૂ કર્યા હતા.સ્પર્ધાના પરિણામ મુજબ પંડ્યા નિયંતીએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. જ્યારે સિંધી વૈશાલી તુલસીભાઈ દ્વિતીય ક્રમે અને નાઇ વૈશાલી નરેશભાઈ તૃતીય ક્રમે વિજેતા બન્યા હતા. ત્રણેય વિજેતા વિદ્યાર્થીનીઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત તમામ સ્પર્ધકોને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યા હતા.
આ સ્પર્ધામાં ડૉ. આર. એ. પટેલ, ડૉ. જે. એમ. પટેલ અને ડૉ. જે. કે. વોરાએ નિર્ણાયક તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય સુરેશભાઈ એસ. પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.

Back to top button
error: Content is protected !!